નવસારી રાજ્ય સરકાર વ્યાજખોરો પર લગામ લગાવવા માટે હાલ સખત પગલાં ભરી રહી છે. પોલીસ એક્શનમાં રાજ્યમાં અનેક વ્યાજખોરોને સળિયાની પાછળ ધકેલી દીધા છે. એવા એક કેસમાં નવસારીમાં નવસારી વિજલપોર નગરપાલિકાના કોર્પોરેટર પર પોલીસની ધોંસ આવી પડી છે. કોર્પોરેટર તેમ જ વ્યાજનો ધંધો કરતા વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી હાલ પોલીસના સકંજામાં ફસાયા છે. તેઓ વ્રજ જ્વેલર્સના માલિક પણ છે જેમાંથી એક મહિલાએ વ્યાજે નાણાં લીધાં હતાં.
ઊંચા વ્યાજદર લેવાનો આક્ષેપ રાજ્યમાં વ્યાજખોરોના આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે જેને નાથવા માટે રાજ્ય સરકારે કડક કાયદા બનાવી વ્યાજખોરો ઉપર સખત પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નવસારીમાં પણ વ્યાજખોરો ઉપર અનેક કેસો કરવામાં આવ્યા છે. વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી અને એના ભાઈ પર ઊંચા વ્યાજદર લેવાનો આક્ષેપ લાગ્યો છે.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી
પોલીસ ફરિયાદ નોંધાવાઇ જગદીશ મોદી પાસેથી વ્યાજે નાણાં લઇ ત્રાસનો સામનો કરી રહેલી પીડિત મહિલાએ વિજલપુર પોલીસ સ્ટેશનમાં જગદીશ મોદી અને એના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જગદીશ મોદી અને એમનો ભાઈ વ્રજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે અને વિજલપોરમાં સરકારના લાઇસન્સ પ્રમાણે વ્યાજનો ધંધો કરે છે. જલાલપોરમાં રહેતી જાગૃતિ આહીરે વ્રજ જ્વેલર્સમાંથી ટુકડે ટુકડે 49 લાખ રૂપિયા 1 ટકાના વ્યાજે લીધા હતાં અને એની સામે દાગીના પણ મૂક્યા હતાં.