ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : નવસારીની લક્ષ્ય સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ, મંજૂરી વગર શિક્ષણનો ધંધો શરુ - Navsari District Education Officer Notice

જ્યાં નવી પેઢીનું ઘડતર થતું હોય ત્યાં જ નીતિનિયમોના લીરેલીરા ઉડતાં હોય તે આજના ગુજરાતના શિક્ષણની છબી છે. આ છબી નવસારીની લક્ષ્ય સ્કૂલના મામલામાં સામે આવી છે. શાળાની મંજૂરી માગી હોય પણ આવે એની રાહ નહીં જોવાની અને શિક્ષણનો ધંધો શરુ કરી દેવાની આ ઘટનામાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.

Navsari News : નવસારીની લક્ષ્ય સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ, મંજૂરી વગર શિક્ષણનો ધંધો શરુ
Navsari News : નવસારીની લક્ષ્ય સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ, મંજૂરી વગર શિક્ષણનો ધંધો શરુ

By

Published : Apr 11, 2023, 8:18 PM IST

જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં બહાર આવી હકીકત

નવસારી : ખાનગી શાળામાં લખલૂટ કમાણીને લઈને હવે ખાનગી શાળા એ કમાણીનું માધ્યમ બની ગયું છે. વગર પરવાનગીએ શાળા ધમધમતી કરવી એ લાલચુઓ માટે ચપટી વગાડવા જેવો ખેલ બની ગયો છે. નવસારી શહેરમાં પણ કંઇક આવું બનવા પામ્યું છે. નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં પણ એવી વગર મંજૂરીએ ચાલતી શાળાનું કામકાજ જોવા મળ્યું છે. સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પહોંચતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.

શાળાની મંજૂરી વિના જ શરુલક્ષ્ય સ્કૂલ: નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ્ય સ્કૂલ જે હાલમાં શરૂ કરવામાં આવી છે. લક્ષ્ય સ્કૂલ ચલાવવાની પરવાનગી ધોરણ 6થી 8માં ધોરણના વર્ગ માટે માંગવામાં આવી હતી. પરંતુ મળી શકી નથી. એટલું જ નહીં, આ શાળામાં 9 થી 12માં ધોરણ માટે પણ હાલ કોઈ પરવાનગી મળી શકી નથી. શાળા શરૂ કરતાં પહેલા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરવાનગી લેવી પડે છે. અરજી કર્યા બાદ ત્યાંથી કાચી પરવાનગી જે તે વિસ્તારના જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવામાં આવે છે. પરંતુ લક્ષ્ય સ્કૂલના સંચાલકો પાસે આવી કોઈપણ પ્રકારની પરવાનગી ન હોવા છતાં શાળાને શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો Navsari News: કેરીના કાગળ માટે કેશ લેતો પૈસાપ્રેમી ACBના હાથે ઝડપાયો

તપાસ ટીમ મોકલાતાં જાણ થઇ : સમગ્ર હકીકતની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળામાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં શાળામાં વર્ગખંડોમાં અભ્યાસકાર્ય ચાલુ હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવ્યું હતું. શાળામાં વર્ગખંડો ચાલુ હતાં. આચાર્યની ઓફિસો પણ ત્યાં કાર્યરત હતી. આમ આ સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકોને નોટિસ આપી છે અને જવાબ આપવા માટે સમય પણ આપવામાં આવ્યો છે ત્યા.

શાળા સંચાલકોએ શું કહ્યું :પરવાનગી વગર ચાલતી લક્ષ્ય સ્કૂલ ઉપર હવે જિલ્લા શિક્ષણ અધિકારી કઈ રીતની કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. સમગ્ર મામલાને લઈને શાળા સંચાલકોને સવાલ કરતા એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા ત્યાં ચાલતી હતી પરંતુ એ ડમી વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવી હતી અને શાળાની પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ મામલે શાળાના સંચાલક કમલેશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળા શરૂ કરવા માટેની મંજૂરી હાલ અમે માંગી છે. પરંતુ અત્યાર સુધી અમને મંજૂરી મળી નથી જે પ્રોસેસ હાલ ચાલુ છે. હાલ અમે શાળામાં ડેમો ક્લાસ શરૂ કર્યા છે જેમાં અમે બાળકોને બોલાવી રહ્યાં હતાં.

આ પણ વાંચો Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે થયું મંજુર

શિક્ષણાધિકારી કાર્યવાહી કરશે : જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળાના સંચાલકો પાસે જરૂરી દસ્તાવેજો અમે મંગાવ્યા છે. પરંતુ તેઓ કોઈપણ દસ્તાવેજો હજુ સુધી રજૂ કરી શક્યા નથી. જો તેઓ પાસે જરૂરી દસ્તાવેજો ન હશે તો શાળાની માન્યતા રદ થશે અને સંચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details