નવસારી :નવસારી નેશનલ હાઇવે નંબર 48 નો ધોળા પીપળા વિસ્તારમાં ફરી અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆત સાથે જ નવસારીમાં હાઇવે નંબર 48 પર અકસ્માતો વાતોની હાર માળા થોભવાનું નામ નથી લેતું. નવસારીનો વેસ્મા અને ધોળા પીપળા વિસ્તાર એકસીડન્ટ ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અહીં અકસ્માતો સર્જાતા રહે છે. ગત દિવસોમાં પણ વેસ્મા વિસ્તારમાં અકસ્માત થતા નવ લોકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા. ત્યારે રાજકોટથી નવસારી આવતો પરિવાર પણ અહીં અકસ્માતગ્રસ્ત થયો હતો.
કારનું ટાયર ફાટતા અકસ્માત : ત્યારે ફરી એકવાર એક પરિવાર નવસારીના ધોળા પીપળા વિસ્તારમાં મોટી હોનારત થતા બચી ગઇ હતી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી કારનું ટાયર ફાટતા કાર પોતાનું બેલેન્સ ખોરવાતા સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. કાર એકાએક પલટી મારી ગઈ હતી. કારમાં સવારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ કાર પોતાના મુખ્ય ટ્રેક પરથી ટાયર ફાટા સામેના ટ્રેક પર પહોંચતા સદનસીબે સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા બચી ગઇ હતી.
આ પણ વાંચો :UP Santkabirnagar Accident: રસ્તો ક્રોસ કરી રહેલો બાળક 22 પૈડાવાળા ટ્રકની નીચે આવી ગયો, પછી શું થયું...