ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના સાંસદ સી. આર. પાટીલનો જન્મ દિવસ સેવા કાર્યો સાથે ઉજવાયો

નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના 67માં જન્મ દિવસે જિલ્લામાં અનેક સેવા કાર્યોનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં ગણદેવી તાલુકાના બીગરી ગામે દેવજી ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ગામોના લોકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું.

નવસારીના સાંસદ સી. આર. પાટીલનો જન્મ દિવસ સેવા કાર્યો સાથે ઉજવાયો
નવસારીના સાંસદ સી. આર. પાટીલનો જન્મ દિવસ સેવા કાર્યો સાથે ઉજવાયો

By

Published : Mar 17, 2021, 3:54 PM IST

  • પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદનો જન્મ દિવસ હોવાથી અનેક સ્થળે સેવા કાર્યો થયા
  • ગણદેવીના 8 ગામોના લોકોને દેવજી ફાઉન્ડેશને વીમા કવચ આપ્યુ
  • બીગરી ગામે સર્વરોગ નિદાન કેમ્પમાં 600થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
  • 6 હજારથી વધુ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ પુરૂ પાડવામાં આવ્યું

નવસારી: નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના 67માં જન્મ દિવસે જિલ્લામાં અનેક સેવા કાર્યોનું આયોજન કરાયુ હતુ. જેમાં ગણદેવી તાલુકાના કાંઠાના બીગરી ગામે દેવજી ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન સુરતની ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની મદદથી કરવામાં આવ્યું હતું. છેવાડાના 8 ગામોના લોકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું.

બીગરી ગામે સર્વરોગ નિદાન કેમ્પમાં 600થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો

આ પણ વાંચોઃસુરતમાં સી.આર.પાટીલના જન્મદિનની ઉજવણી, 67 નિરાશ્રિતોને કોરોનાની રસી અપાઈ

દરિયા કાંઠાના ગામોમાં જરૂરિયાતમંદ લોકોને અપાઈ નિઃશુલ્ક મેડિકલ સેવા

નવસારીના સાંસદ સી. આર. પાટીલનો 67મો જન્મ દિવસ 16 માર્ચે હતો. જેને નવસારી જિલ્લા ભાજપ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોએ સેવા કાર્યો દ્વારા ઉજવ્યો હતો. જેમાં નવસારીના દેવજી ફાઉન્ડેશન દ્વારા ગણદેવી તાલુકાના દરિયા કિનારાના ગામોના લોકોને નિઃશુલ્ક મેડિકલ સેવા આપવાના ઉમદા વિચાર સાથે બીગરી પ્રાથમિક શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની ખાનગી હોસ્પિટલના 15 નિષ્ણાંત ડોક્ટરો અને સ્ટાફે સેવા આપી વિવિધ રોગોનું નિદાન કર્યુ હતું. જેમાં આંખની તપાસ સાથે બ્લડ સુગર, પ્રેશર વગેરે સેવાઓનો સૌથી વધુ લોકોએ લાભ લીધો હતો. દેવજી ફાઉન્ડેશનના ભરત સુખડીયા દ્વારા છેવાડાના 8 ગામોના 6 હજારથી વધુ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ પુરૂ પાડવામાં આવ્યું. દેવજી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યને સાંસદ સી. આર. પાટીલે સરાહના કરી હતી અને બીગરી ગામે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદનો જન્મ દિવસ હોવાથી અનેક સ્થળે સેવા કાર્યો થયા

ABOUT THE AUTHOR

...view details