ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Monsoon Update : અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવીત, છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જુઓ

નવસારી જિલ્લામાં રાત્રે 12 વાગ્યા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘરાજાએ નવસારીના અનેક વિસ્તારોને પાણીથી તરબોળ કર્યા છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જલાલપુર તાલુકા અને નવસારી શહેરને જોડતું રેલ્વે ગરનાળું પણ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યું હતું.

By

Published : Jun 30, 2023, 6:21 PM IST

અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવીત
અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવીત

અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવીત, છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જુઓ

નવસારી : સમગ્ર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના ગણદેવી ધનોરી માર્ગ પર વૃક્ષ ધરાશાય થયું હતું. રસ્તો બ્લોક થતાં વાહન વ્યવહાર પર મોટી અસર જોવા મળી હતી. મુખ્ય રસ્તા પરથી મહાકાય વૃક્ષને ખસેડવા માટે સ્થાનિક ગ્રામજનોએ કામગીરી શરૂ કરી હતી.

જળબંબાકાર સ્થિતિ : બીજી તરફ નવસારી શહેરની વાત કરવામાં આવે તો ગતરાત્રે ભારે વરસાદ વરસ્ચો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં મંકોડીયા વિસ્તાર, સ્ટેશન રોડ વિસ્તાર, બંદર રોડ જળબંબાકાર થયા હતાં. જલાલપુર તાલુકા અને નવસારી શહેરને જોડતું રેલ્વે ગરનાળું પણ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યું હતું. જેથી સ્થાનિકોએ ફાટકનો ઉપયોગ કરવા મજબૂર થયા હતાં. રેલવે ફાટક પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગરનાળામાં પાણી ભરાઈ જવાથી સ્ટેશન રોડથી દાંડીને જોડતો મુખ્ય માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

સ્થાનિક સમસ્ચા : સ્થાનિક લોકો જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રેલવે ઘટનાનું બંધ થવાથી લોકોને ઘણી હાલાકી પડી રહી છે. સાથે ટ્રાફિકમાં કલાકોના કલાકો ઉભા રહેવું પડતું હોય છે. પાલિકા દ્વારા ચોમાસા દરમિયાન વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પાલિકા દ્વારા નવસારીથી જલાલપુરને જોડતો જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેની પણ ડેટ લાઈન પૂરી થવા આવી છે. પરંતુ એ બ્રિજ હજુ સુધી બની શક્યો નથી. જેને લઇને ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. સવારના સમયે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે.

ગરનાળામાં ભરાતા વરસાદી પાણીનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. દરવર્ષે અમે અને સામાન્ય નાગરીકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. પાલિકા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી અમારી માંગ છે.-- અમિત ભંડારી (સ્થાનિક)

સાર્વત્રિક વરસાદી આંકડા : નવસારીમાં ગત 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે તંત્રએ જિલ્લાના વિવિધ તાલુકાના વરસાદી આંકડા જાહેર કર્યા છે. તે અનુસાર નવસારીમાં 105 mm, જલાલપોરમાં 117 mm, ગણદેવીમાં 122 mm, ચીખલીમાં 122 mm અને વાંસદા તાલુકામાં 127 mm વરસાદ નોંધાયો હતો. ખેરગામમાં 119 mm વરસાદ વરસ્યો હતો.

  1. Navsari News: શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો, સર્વત્ર ગટરગંગા ને ગંદકીનું સામ્રાજ્ય
  2. Navsari Rain : ચીખલીની કાવેરી નદીમાં નવા નીર આવતા કોઝવે પાણીમાં ગરક

ABOUT THE AUTHOR

...view details