ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime : નવસારીના દુવાડા ગામે ખુલ્લી જગ્યામાં મહિલાની કરાઈ હત્યા, આરોપીની શોધખોળ ચાલુ - Gandevi Police

નવસારીના દુવાડા ગામે ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા એ ગળું દબાવી યુવતી હત્યા કરી છે. યુવતીની હત્યા બાદ તેના માથાના ભાગે બોથડ પડાત મારી મોઢું બગાડવાનું પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવતી કછોલીથી દુવાડા ગામે આવી રહી હતી, ત્યારે રાત્રિ દરમિયાન કોઈએ હત્યા કરી છે.

Navsari Crime : નવસારીના દુવાડા ગામે ખુલ્લી જગ્યામાં મહિલાની કરાઈ હત્યા, આરોપીની શોધખોળ ચાલુ
Navsari Crime : નવસારીના દુવાડા ગામે ખુલ્લી જગ્યામાં મહિલાની કરાઈ હત્યા, આરોપીની શોધખોળ ચાલુ

By

Published : Jun 21, 2023, 10:25 PM IST

નવસારી : દુવાડા ગામે રહેતી મહિલાની હત્યાનો બનાવ સામે આવતા ગણદેવી પોલીસ દોડતી થઈ છે. મહિલાના માથા પર બોથડ પદાર્થ વડે માર મારી તેની હત્યા કરી હોવાનો અંદાજ પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ગતરાત્રીએ ગણદેવી તાલુકાના દુવાડા ગામે શ્રીરામ કવોરીની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં હિના નાયકા નામની પરણીતાની વહેલી સવારે મૃતદેહ સ્થાનિકોએ જોતા પોલીસને જાણ કરી હતી. આ બનાવ બાદ ગણદેવી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી.

શું છે સમગ્ર મામલો :મળતી માહિતી અનુસાર હીનાના પ્રથમ લગ્ન ધર્મેશ નામના યુવાન સાથે થયા હતા. જેનાથી તેને પુત્રનો જન્મ થયો હતો. જે હાલ આઠ વર્ષનો છે. હિના અવારનવાર બહેનના ઘેરે દુવાડા ખાતે રહેવા આવતી જતી હતી. તે દરમિયાન દુવાડાના અર્જુન રમેશ નાયકા નામના યુવાન સાથે પણ આંખ મળી જતા છેલ્લા ચાર વર્ષથી તે તેની સાથે લીવ ઈન રીલેશનમાં રહેતી હતી. જે દરમિયાન તેણીને પુત્રનો જન્મ થયો હતો. જે હાલ ત્રણ વર્ષનો છે.

અજાણી મહિલાનો મૃતદેહની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ કરતા તેનું નામ હિનાબેન ધર્મેશભાઈ છે એવું માલૂમ પડ્યું હતું. ગળે ટૂંપો દઈ બોથડ પદાર્થ વડે માથામાં ઘા કરી હત્યા કરવામાં આવી હતી. જે બાબતનો ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી સ્થાનિક બાતમીદારો તેમજ CCTVની મદદ લઈ હાલ તપાસ ચાલુ છે. મહિલાના પતિનું પણ હાલ ઇન્ટ્રોગેશન ચાલુ છે. - એસ.કે.રાય (નાયબ પોલીસ અધિક્ષક નવસારી)

પતિનું મૃત્યુ : કોરોના કાળમાં ધર્મેશનું મૃત્યુ થતાં હાલમાં અર્જુન નાયકા સાથે રહેતી હતી. અર્જુન નાયકા સાથે થોડા દિવસો અગાઉ તેની માથાકૂટ થયાની પણ સ્થાનિકો પાસેથી માહિતી મળી છે. ગઈકાલે સવારે હિના 08:00 વાગ્યે ઘરેથી નીકળી તેના કચેરી ખાતે ગઈ હતી. ત્યાંથી ચાર વાગ્યે ફરીવાર દુવાડા જવા નીકળી હતી. તે સમય દરમિયાન તેની હત્યા થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, હીનાનો દુપટ્ટાથી ગળું દબાવી માથામાં કપાળ પર અને ડાબી આંખ પાસે ધારદાર બોથડ પદાર્થ વડે તેને માર મારવા આવ્યો છે. આ સમગ્ર બનાવવા અંગે મૃત્યુ પામનાર હીનાની બહેન અનિતાની ફરિયાદને આધારે ગણદેવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  1. Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો
  2. Delhi News: દિલ્હીમાં બે સગી બહેનોની ગોળી મારી હત્યા, ફાયરિંગની ઘટનાનો વીડિયો આવ્યો સામે
  3. Vapi Crime: વાપીમાં નેપાળી મહિલાની હત્યા કરનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details