નવસારી : પીપર ગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળતા માહોલ ગરમ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન માટેની યોજના બનાવી છે. ખાનગી સંસ્થાઓના માધ્યમથી શાળામાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકો માટે મેનુ પ્રમાણે રોજ અલગ અલગ પ્રકારનું ભોજન પીરસવામાં આવતું હોય છે, ત્યારે ખાનગી સંસ્થાઓ દ્વારા બાળકોને અપાતા ભોજનની પોસ્તિક્તા અને ગુણવત્તા પર ઘણીવાર બુમરાણ ઉઠી છે. જેનો નવસારીના પીપર ગભાણ ગામે દાખલો જોવા મળ્યો છે.
Navsari News : પીપલગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળી - Primary school lunch in Navsari
નવસારીના પીપલગભાણ પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળતા વાલીઓમાં આક્રોશ છે. બપોરના ભોજનમાં પીરસાયેલા દાળ ભાતમાં એક બાળકની થાળીમાં ગરોળી નીકળી હતી. હાલ સમગ્ર મામલાને લઈને સમગ્ર મામલાને લઈને સંપૂર્ણ તપાસ આગળ સોંપી દેવામાં આવી છે.
![Navsari News : પીપલગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળી Navsari News : પીપલગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18714342-thumbnail-16x9-navsari.jpg)
શું છે સમગ્ર મામલો :ચીખલી તાલુકાના પીપલગભાણ ગામમાં ગાંધી ફળિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના બાળકોને આજે રોજના નિત્યક્રમ પ્રમાણે પ્રમાણે બપોરના ભોજનમાં દાળ ભાત પીરસાયું હતું. જેમાં બાળકો જમી રહ્યા હતા, ત્યારે એક બાળકની થાળીમાં પીરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી. આ જોઈ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા હતા, જ્યાં દ્રશ્યો જોઈને શાળાએ ભોજન કરતા તમામ વિદ્યાર્થીઓને ભોજન ખાતા અટકાવ્યા હતા અને પીરસવાનું બંધ કરી દીધું હતું. જિલ્લામાં ખાનગી સંસ્થા નાયક ફાઉન્ડેશનને આ પરવાનો આપવામાં આવ્યો છે.
વાલીઓમાં આક્રોશ :શાળામાં પીરસાતા ભોજનની અંદર ગરોળી નીકળતાની જાણ વાલીઓને થતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર થઈને આવતા આ ભોજનની ગુણવત્તાની ચકાસણી જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા થોડા થોડા સમયે સ્થળ મુલાકાત લઈને કરવામાં આવે તેવી માંગ હાલ ઉઠવા પામી છે. સમગ્ર ઘટનાને પગલે જિલ્લાના પ્રાથમિક અધિકારી ડોક્ટર ભગીરથ પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની જાણ મારા ધ્યાને આવી છે. તેની સંપૂર્ણ તપાસ પણ સોંપી દેવામાં આવી છે, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો...
- Junagadh News : સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ
- Banaskantha News : બનાસકાંઠાના જોરવાડા ગામમાં પાણી ન મળતા બાળકો શાળા છોડવા બન્યા મજબૂર, વિદ્યાર્થીઓની સરકારને વિનંતી