નવસારી : નવસારી જિલ્લાના ખેરગામના કુખ્યાત અસીમ શેખનો મુખ્ય બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ખેરગામ વિસ્તારમાં મારામારી ધાક ધમકી અને દારૂના ધંધા સાથે સંકળાયેલા અસીમ શેખની ધરપકડ થતાં લોકો પણ ખુશીનો માહોલ જામ્યો હતો. પોલીસે ભર બજારે સરધસ કાઢીને બે હાથ જોવડાવીને ઉઠક બેઠક પણ કરાવી હતી. આ નરાધમ મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નના વાયદા કરીને દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી હતી. ત્યારે ખેરગામના સ્થાનિક રહીશોએ ફટાકડા ફોડીને આરોપીને પકડનાર પોલીસના વખાણ કર્યા હતા. આ આરોપીને લઈને આવતા પોલીસ પર સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો : ગત તારીખ 23મી જૂનના રોજ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ગુનાહિત ઈતિહાસ ધરાવતો અસીમ શેખ અને બીલીમોરા ખાતે રહેતો રોનક પટેલ વિરુદ્ધ દાખલ થયેલ પોસ્કો તેમજ લવ જેહાદના મુખ્ય આરોપી અસીમ શેખ આ બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેને શોધવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા આખરે આ ગુનાની તપાસના આરોપીને ઝડપી પાડવા માટે નવસારી LCBને આ તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે નવસારી LCBના PI દીપક કોરાટની આગેવાનીમાં શરૂ કરાયેલી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, આ ઘટનાનો ગુનાનો મુખ્ય આરોપી અસીમ શેખ જયપુરથી ફ્લાઈટમાં બેસી અને મુંબઈ ખાતે ઉતર્યા બાદ નવસારી આવવા નીકળ્યો છે.
વિસ્તારમાં ધાક જમાવતા આરોપી :આ બાતમીના આધારે નવસારી LCB પોલીસની ધીમે વસઈ ખાડી પાસે આવેલી ફાઉન્ટેન હોટલ પાસે વોચ ગોઠવી હતી, ત્યાંથી પસાર થતાં અસીમ શેખને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આ બાબતે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની માહિતી નવસારીના SP ઋષિકેશ ઉપાધ્યાય અને Dysp સંજય રાય દ્વારા માહીતી આપવામાં આવી હતી, ત્યારબાદ આરોપીને ખેરગામ ખાતે લઈ જઈ સમગ્ર બનાવવાનું રિકન્સ્ટ્રક્શન તેમજ સ્થળ તપાસ કરી અને ખેરગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા, પોતાની ધાક જમાવતા આરોપી અસીમ શેખનું મુખ્ય બજારમાંથી સરઘસ કાઢવામાં આવ્યું હતું.