નવસારી:હવે તો ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારુબંધી રહી હોય તેવું જોવા મળે છે. કારણ કે, અવારનવારદારૂની હેરફેરના કિસ્સાઓ સામે આવતા હોય છે. બુટલેગર એટલા ચતૂર બન્યા છે કે પોલીસથી બચીને આરામથી ધંધો કરી રહ્યા છે. દારૂની હેરફેર કરવા માટે પોતાનો શેતાની મગજ વાપરી દારૂની હેરફેર કરતા હોય છે. પરંતુ તેઓની ચતુરાઈને માત આપી નવસારી એલસીબી પોલીસે સેલવાસથી સુરત જતો રુપિયા 7 લાખનો દારૂ ઝડપી પાડ્યો.
આ પણ વાંચો Navsari Umbadiya Haat : ઠંડીના ઠારમાં ગરમી આપતું ઉબાડીયું, વેપારીઓને જોરદાર કમાણી
બુટલેગરો પણ અપડેટ:ટેકનોલોજીના જમાનામાં દારૂના હેરફેર કરવા માટે બુટલેગરો પણ અપડેટ અને અપગ્રેડ થયા છે. ટ્રક,કાર કે મોપેડ માં તરકીબ અજમાવી એવું ચોરખાનું બનાવે છે કે પોલીસ પણ ચકરાવે ચડે. પરંતુ ગુજરાત પોલીસ કયા પાછી પડે એમ છે? સેલવાસથી સુરત જઈ રહેલા દારૂના મોટા જથ્થાની ગંધ નવસારી LCB ને આવતા ટોલનાકા પાસે ટ્રકને અટકાવી રુપિયા 7 લાખના દારૂના જથ્થાને ઝડપી પાડી મોટી સફળતા હાંસિલ કરી છે.
આ પણ વાંચો નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
ટોલનાકા પાસે વોચ ગોઠવી:નવસારી LCB ને બાતમી મળી હતી કે સેલવાસથી સુરત દારૂનો મોટો જથ્થો વાહન થનાર છે. જેના આધારે બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જેના આધારે બાતમી વાળો ટ્રક પસાર થતાં તેને રોકી તપાસ કરતા સૌ પ્રથમ ટ્રક ખાલી દેખાયો હતો. જેમાં પોલીસે બારીકાઈથી તપાસ કરતા ચોરખાનું બનાવી કુલ 5292 નંગ બોટલ સંતાડેલો હતો. ટ્રક ચાલક સોનું કુમાર રાજગીરી ખરવાલ કે જે મૂળ બિહારનો હાલ સુરતનો રહેવાસી તેણે કબૂલ્યું હતું કે સેલવાસથી આ દારૂનો જથ્થો સંજય નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. અને કડોદરા ખાતે રાહુલ નામનો ઈસમ તેની ડિલિવરી લેવાનો હતો તે અગાઉ પોલીસ રેડ કરી દારૂ અને ટ્રક મળીને 17,02,500 નો મુદ્દામાલ ઝડપાયો છે. પોલીસે સંજય અને રાહુલ બંનેને વોન્ટેડ જાહેર કરી ટ્રક ચાલક સોનુ કુમારની ધરપકડ કરીને વધુ તપાસ ગ્રામ્ય પોલીસને સોંપી છે.
સારી કામગીરી:PI-ડી.એસ.કોરાટ, PSI એ.આર.સુર્યવંશી, PSI એમ.આર.વાળા,PSI એસ. ટી.પારગી, ASI સુનિલસિંહ દેવીસિંહ, HC નિલેશભાઇ અશોકભાઇ, HC મિલનભાઇ મનસુખભાઇ, HC ધર્મેન્દ્રસિંહ ગણપતસિંહ, PC નિમેશભાઈ કાંતીલાલ, PC અનિલભાઇ રમેશભાઇ, PC કિરણભાઇ ભગુભાઇ તમામ એલ.સી.બી/પેરાલ ફ્લો સ્કોર્ડ, ટેકનીકસેલ તમામની મદદથી રુપિયા 7 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.