ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના વકીલની હત્યાના આરોપીઓને પકડવા નવસારીના વકીલોની માગ - નવસારી જિલ્લા અધિક કલેક્ટર

કચ્છના રાપરમાં દલિત વકીલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી, જેના વિરોધમાં નવસારી જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે નવસારી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આરોપીઓને તાત્કાલિક જ ધરપકડ કરવામાં આવે તેવી એસોસિએશનની માગ કરી હતી. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમ જ એકવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવી તેને લાગુ કરવાની માગણી પણ ઉચ્ચારી હતી.

કચ્છના વકીલની હત્યાના આરોપીઓને પકડવા નવસારીના વકીલોની માગ
કચ્છના વકીલની હત્યાના આરોપીઓને પકડવા નવસારીના વકીલોની માગ

By

Published : Sep 29, 2020, 5:33 PM IST

નવસારી: નવસારી જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે નવસારી જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસોસિએશને જણાવ્યું કે, વકીલોએ વારંવાર ઘણા ઘર્ષણોનો સામનો કરવો પડે છે. વકીલો પર હુમલા અને હત્યાના ગુના પણ વધી રહ્યા છે. આથી વકીલોમાં ભય જોવા મળે છે.

કચ્છ જિલ્લાના રાપરમાં પણ વકીલ ઉપર ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી, જેને નવસારી બાર એસોસિએશને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને રાપરના વકીલના હત્યારાઓને તાત્કાલિક ઝપડી પાડી સખત સજા કરવાની માંગણી ઉચ્ચારી હતી. આ સાથે જ વકીલો ભયમુક્ત પોતાની પ્રેક્ટિસ કરી શકે તે માટે તેમને રક્ષણ આપવામાં આવે તેમ જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવી તેને લાગુ કરવાની માગણી પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details