ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટીલે પુરની સામગ્રીનું કર્યું વિતરણ - Rain in Gandevi

ડાંગ જિલ્લાનો વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા નવસારીની લોકમાતાને રૌદ્ર સ્વરૂપના લાવીને રેલનું સંકટ ઊભું કરે છે. તેવા સમય ગણદેવી તાલુકાના રહીશો માટે કાળમુખા સમાન સાબિત થવાની નોબત સુધી મૂકી દઈ છે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકારે આપતી સમયે પહોંચી વળવા કીટ વિતરણ કરી છે.

Navsari News : ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટિલે પુરની સામગ્રી કરી વિતરણ
Navsari News : ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટિલે પુરની સામગ્રી કરી વિતરણ

By

Published : Jun 21, 2023, 8:43 PM IST

ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટિલે પુરની સામગ્રી કરી વિતરણ

નવસારી : લોકસભાના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને ચોમાસા સામે સુરક્ષા કવચ પૂરું પાડતા સાધન વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કલેકટરની ગ્રાન્ટના 25 લાખ અને રાજ્ય સરકારમાંથી પાંચ હોળી સાથે લાઈવ જેકેટને લાઈટ વાળી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડતા મુશળધાર વરસાદને કારણે નવસારી જિલ્લામાં રેલની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જેને કારણે ગણદેવી તાલુકાના ગામડાઓ ડૂબી જતાં હોય છે. ગત ચોમાસામાં રેલના પાણીએ ઘરો ડુબાડી દીધા હતા અને સ્થાનિકોના જીવ સામે ખતરો ઉભો થયો હતો. જેની બચાવ કામગીરીને લઇને ત્રણ જેટલા હેલિકોપ્ટરો દ્વારા સ્થાનિકોને હેમખેમ બચાવી લીધા હતા.

ગત ચોમાસામાં ગણદેવી વિસ્તારમાં જે પુરના પાણી આવ્યા હતા. તેનાથી લોકોનું જીવન જોખમમાં મુકાયું હતું. તેને ધ્યાનમાં લઈને આગોતરું આયોજન કરી ગણદેવી વિસ્તારમાં આપત્કાલીન સમયે સહાય માટે પાંચ જેટલી મોટર બોટ અને વિવિધ પ્રકારના બચાવ કામગીરીના સાધનો, કીટો જેની કિંમત 1,00,000 થાય છે. તેવી કીટ અમે 65 ગામોમાં વિતરણ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં બીજી 300 જેટલી કીટ બચાવ રાહત સામગ્રીઓ અને બીજી પાંચ બોટો પણ વિતરણ કરવામાં આવશે. - સી.આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ ભાજપ ગુજરાત)

65થી વધુ ગામોને પુરની અસર : જે સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર હોળી અને અન્ય સામગ્રીઓ આપીને આગોતરું આયોજન કર્યું છે. તેમજ નવસારીના સાંસદે પણ પોતાની ગ્રાન્ટમાંથી પુરને પહોંચી વળવા નાણાં આપવાની ખાતરી આપી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગણદેવી તાલુકાના 65થી વધુ ગામોને પૂરની અસર થાય છે. જેમાં પૂર સામગ્રીની તાતી જરૂરિયાતને સાંસદે ધ્યાનમાં લઇ અને આજે એનું વિતરણ કર્યું હતું. જે આગામી સમયમાં પૂર સામે ગણદેવી તાલુકાના ગામોમાં આવતા પાણી સામે રક્ષણ કરશે.

  1. Surat Rain : સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો, ઠંડકથી સુરતીઓ રાજીરાજી
  2. Rain News : જામનગરના આ ગામમાં રોટલો કૂવામાં પધરાવી વરસાદનો વરતારો કરવામાં આવે છે, જાણો તે પાછળનું રહસ્ય
  3. Junagadh Rain: મેંદરડા વિસ્તારમાં સારો વરસાદ થતા વાવણીના શ્રીગણેશ કરતા ખેડુતો

ABOUT THE AUTHOR

...view details