ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ભય : દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી મરકજમાંથી નવસારીના 16 લોકો પરત ફર્યા, હોમ ક્વોરેન્ટાઇન કરાયા - દિલ્હીના નીઝામુદ્દીન

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબલીગ મરકજ જમાતમાં ગયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે અને તેમને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લામાંથી કુલ 16 લોકો નિઝામુદ્દીનના મરકજ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જેમાં નવસારીનો એક જ વ્યક્તિ મરકજમાં હતો, બાકીના લોકોની દિલ્હી આસપાસની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે.

દિલ્હીના નીઝામુદ્દીન
દિલ્હીના નીઝામુદ્દીન

By

Published : Apr 2, 2020, 12:16 AM IST

નવસારીઃ દિલ્હીના નીઝામુદ્દીનમાં તબલીઘી મરકજ જમાતમાં 24 માર્ચ પૂર્વે મોટી સંખ્યામાં ભારતના અલગ-અલગ રાજ્યો અને વિદેશોથી મુસ્લિમ જમાતો ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયા હતા. ત્યારબાદ ભારતમાં રહેતા મુસ્લિમો પોત પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ તબલીઘી મરકજમાં અંદાજે 1500 લોકો હતા અને તેમાંથી ઘણાને કોરોના સંક્રમણ દેખાતા દિલ્હી સરકાર બાદ ભારતની અન્ય રાજ્ય સરકારો પણ દોડતી થઇ છે.

દિલ્હીના નીઝામુદ્દીનમાં તબલીગી મરકઝમાંથી નવસારીના 16 લોકો પરત ફર્યા

ગુજરાતમાં પણ અંદાજે 400થી વધુ લોકો દિલ્હીના નિઝામુદ્દીન તબલીઘી મરકજમાં ગયા હતા, જેમાં નવસારી જિલ્લાના 16 લોકો હોવાનું સામે આવ્યું છે. જેની જાણ થતા જ એક્ટીવ થયેલા જિલ્લા આરોગ્ય વિભાગે તમામને શોધીને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખ્યા છે. સાથે જ તેમની આરોગ્ય ચકાસણી પણ કરી લેવામાં આવી છે. જેમાં નવસારીના 9, વિજલપોરના 2, બીલીમોરાના 2, ચીખલીના 2 અને વાંસદાનો એક મળી કુલ 16 લોકોનો સમાવેશ થાય છે.

દિલ્હીના નીઝામુદ્દીનમાં તબલીગી મરકઝમાંથી નવસારીના 16 લોકો પરત ફર્યા

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના તબલીગી મકરજમાં ફક્ત નવસારીનો એક જ વ્યક્તિ હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે એજ સમય ગાળા દરમિયાન દિલ્હીના નિઝામુદ્દીન તેમજ આસપાસની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 15 લોકોને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details