ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના બીલીમોરામાં યુવાનોએ નવા ટ્રેન્ડ સાથે કાન્હા મટકી કેક ફોડી ઉજવણી કરી - Krishna janmanstami

બીલીમોરાઃ સમગ્ર દેશ આજે રાત્રે જયારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાણો ત્યારે જય રણછોડ માખણ ચોરનો નાદ સાથે ભજન-કીર્તન થકી સમગ્ર દેશ કૃષ્ણમય બની ગયું હતું. યુવાઓ દ્વારા અનોખી રીતે કૃષ્ણના વધામણાં કરવા થનગની રહ્યા હોય એમ નવસારીમાં ખાસ મટકી કેક બનાવડાવી હતી. 4000થી વધુ અનોખી આ કાન્હા મટકી કેકની સાથે યુવાઓ નવસારીના બિલિમોરા શહેરમાં કાન્હાના વધામણાં કરવા દિવસભર થનગની રહ્યા હોય એમ આ ખાસ કાન્હા મટકી કેક લેવા દોટ મુકી હતી.

નવસારીના બીલીમોરામાં યુવાનોએ નવા ટ્રેન્ટ સાથે કાન્હા મટકી કેક ફોડી ઉજવણી કરી

By

Published : Aug 25, 2019, 7:15 PM IST

જય રણછોડ માખણ ચોરનો નાંદ સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે, ત્યારે "માખણ ચોર માખણ પ્રિય કાન્હા" માટે શહેરની કેક શોપ દ્વારા ખાસ જન્માષ્ટમી માટે તૈયાર કરાયેલ 4000 જેટલી અનોખી કાન્હા મટકી કેકએ જન્માષ્ટમીના દિવસે નવસારીના બીલીમોરા શહેરમાં ભારે આર્કષણ જમાવ્યું હતુ, અનોખી કાન્હા મટકી કેકનો કોન્સેપટ યુવાઓને પસંદ પડતા જન્માષ્ટમીનો ત્યૌહારએ રાત્રે મટકી કેક ફોડી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેને કારણે બીલીમોરામાં રાત્રે કૃષ્ણ ભક્તિમય બન્યું હતું, જ પરંતુ આ અનોખી કાન્હા મટકી કેક સાથે અનોખી રીતે કૃષ્ણ ના વધામણાં થશે એમ લાગી રહ્યું છે. 4000થી વધુ અનોખી આ કાન્હા મટકી કેકની સાથે યુવાઓ નવસારીના બિલિમોરા શહેરમાં કાન્હાના વધામણાં કરવા દિવસભર થનગની રહ્યા હોય એમ આ ખાસ કાન્હા મટકી કેક લેવા દોટ મૂકી હતી.

નવસારીના બીલીમોરામાં યુવાનોએ નવા ટ્રેન્ટ સાથે કાન્હા મટકી કેક ફોડી ઉજવણી કરી
1: નવસારીના બીલીમોરા શહેરમાં જન્માષ્ટમીને લઇ બની કાન્હા મટકી કેક2:જય રણછોડ માખણ ચોરનો નાદ થઇ રહ્યો છે ભજન-કીર્તન થકી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય રહ્યો હતો.3:યુવાનોએ નવા ટ્રેન્ટ સાથે કાન્હા મટકી કેક ફોડી ઉજવાણી કરી


4:શહેરની કેક શોપ દ્વારા ખાસ જન્માષ્ટમી માટે તૈયાર કરાયેલ 4000 જેટલી અનોખી કાન્હા મટકી કેક

5:નવસારીમાં અનોખી રીતે મટકી કેક કાપી થયા કાન્હાના વધામણાં

ABOUT THE AUTHOR

...view details