નવસારી :નાની વાતોની તકરાર થતાં દંપતિઓ છૂટાછેડાએ પહોંચી જતા હોય છે તેના માટે અનોખા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લગ્નના સાત ફેરામાંદંપતીઓ જીવવા, મરવાના, ભવોભવ સુધી સાથ નિભાવવાના એકબીજાને વચન આપતા હોય છે, પરતુ કેટલીક જગ્યાએ દંપતિઓ નાની વાતોથી ઉશ્કેરાય જઈને છુટાછેડાના નિર્ણય પર આવી જતા હોય છે. હાલ આવા કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે, ત્યારે કળયુગમાં નવસારીમાં આવા યુગલોની આંખ ઉધાડતો બનાવો સામે આવ્યો છે, જ્યાં પતિના અકસ્માતમાં મૃત્યુના સમાચાર સાંભળની પત્નીના પણ પ્રાણ નીકળી ગયા છે.
અનોખા યુગલોનો પરિચય : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રહે હનુમાન ફળિયામાં રહેતા 38 વર્ષીય અરૂણભાઇ નટુભાઈ ગાવીતના લગ્ન ભાવનાબેન જોડે થયા હતા. તેઓના લગ્ન થકી એક પુત્ર અને એક પુત્રી પણ હતા. અરુણભાઈ અને તેમની પત્ની ભાવનાબેન એકબીજાને પ્રેમ માન સમાન આપી સમજણ શક્તિથી પોતાનો દાંપત્ય જીવનમાં ખુશ ખુશાલ હતા. આ વાત તેઓના ગામના દરેક વ્યક્તિના ધ્યાનમાં હતી. આખા ગામમાં તેઓના દાંપત્ય જીવનની મિસાલ આપવામાં આવતી હતી. કારણ કે, બંને દંપતી ખૂબ સેવાભાવી હતા. ભાવનાબેન ખેર ગામના પૂર્વ સરપંચ પણ હતા. તેથી તેઓને ગામમાં સેવા ભાવિ દંપતી તરીકે જાણીતા હતા.
શું છે સમગ્ર બનાવ :અરૂણભાઇ ગાવીત ગુરુવારે રાત્રિના સમય દરમિયાન પોતાના કામ માટે ગામમાં આવેલા ચાર રસ્તા પર ગયા હતા. પોતાનું કામ પતાવ્યા બાદ ત્યાંથી પરત રાત્રે 8:30 વાગ્યાના સમયે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ગામના નિશાળ ફળિયા પાસેથી તેઓ પોતાના વ્હીકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઘરનાળાના રોડ પરથી પસાર થતી વેળા તેમની બાઈક અચાનક સ્લીપ થઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા. આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા સ્થાનિકો થતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત અરૂણભાઇને 108 બોલાવી તેમને ખેરગામની સીએચસી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબે તેમને તપાસતા અરૂણભાઇને મૃત જાહેર કર્યા હતા.