ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : કથાનું રસપાન કરીને ચા-ભજીયાનો આનંદ લેતા સંઘવી - Navsari Harsh Sanghavi visit

નવસારીમાં આયોજિત મોરારી બાપુની રામકથાનું ગૃહપ્રધાને રસપાન કર્યું હતું. કથાનું રસપાન બાગ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે ચા સાથે ભજીયા અને ચટણીનો સ્વાદ માણ્યો હતો. હર્ષ સંઘવીની ચાય પે ચર્ચાને જોવા લોકોના ટોળા વળ્યા હતા.

Navsari News : કથાનું રસપાન કરીને ટપરી પર ચા સાથે ભજીયા ચટણીની લિજ્જત માણી હર્ષ સંધવીએ
Navsari News : કથાનું રસપાન કરીને ટપરી પર ચા સાથે ભજીયા ચટણીની લિજ્જત માણી હર્ષ સંધવીએ

By

Published : Apr 1, 2023, 10:08 AM IST

નવસારીમાં આયોજિત મોરારી બાપુની રામ કથાનું ગૃહપ્રધાને રસપાન કર્યું

નવસારી : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નવસારીમાં આયોજિત માનસ રામ કથાનો લાભ લીધો હતો. રામકથા માણ્યા બાગ હર્ષ સંઘવીએ ભાજપ કાર્યકરો સાથે ચા અને નાસ્તાની લિજ્જત માણી હતી. સ્થાનિક ધારાસભ્ય સહિત માજી ધારાસભ્ય અને આગેવાનો સાથે સામાન્ય માણસની જેમ નાસ્તા સાથે ચાય પે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

રામ કથાનું આયોજન : નવસારી શહેરના જાણીતા રાજકારણી અને સેવાભાવી પ્રેમચંદ લાલવાણીના માતા કૌશલ્યા પ્રભુમર લાલવાણીના સ્મરણાર્થે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15000 જેટલા શ્રોતાઓ બેસી શકે તેવા કેપેસીટી વાળા આધુનિક ડોમ બનાવવામાં આવ્યા છે. 1,000થી વધુ સ્વયંસેવકો આ કથામાં પોતાની સેવા કરી રહ્યા છે, જ્યારે આ રામ કથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આ કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે. રામકથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કથાનો રસ પાન કરવા માટે ખ્યાતનામ હસ્તીઓ અને દિગ્ગજ રાજકારણીઓ પણ કથા મંડપમાં આવી રહ્યા છે.

નવસારીમાં મોરારી બાપુની કથા

આ પણ વાંચો :Ramnavmi 2023 : રામનવમીના દિવસે વડોદરામાં થયેલી માથાકૂટ મુદ્દે સંઘવી આક્રોશમાં, આપ્યું મોટું નિવેદન

હર્ષ સંઘવી કથાનું રસપાન કર્યું : નવસારીમાં આયોજિત કથાનો આંક 914મો છે અને રામ નવમીના દિવસે તેમજ કથાના અંતિમ દિવસે રાજ્યના ગૃહપ્રધાન રામકથાનો લાભ લેવા માટે આવ્યા હતા. વ્યાસપીઠ પરથી મોરારી બાપુના આશીર્વાદ લઇ કથાનું રસપાન કર્યું હતું. અહીંથી તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, મોરારી બાપુએ જે સમાજના દુષણો સામે લડવાની પ્રેરણા આપી છે તે ઘણી સરાહનીય છે. તેથી અમે રાજ્યમાં વધતા દૂષણને દૂર કરવા માટે મજબૂતાઈથી લડીશું. કથાનો લાભ લીધા બાદ ગૃહપ્રધાન ભાજપના કાર્યકરો અને સ્થાનિક ધારાસભ્ય સહિત માજી ધારાસભ્ય સાથે જયશંકર પાર્ટી પ્લોટની સામેની ચાની ટપરી પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો :Morari Bapu : રામ નવમીના પર્વને લઈને મોરારી બાપુનું એક આહવાન એક અપીલ

હર્ષ સંઘવીની ચાય પે ચર્ચા : અહીંની ચાની ટપરી ઉપર ગૃહપ્રધાન પોતાને પ્રિય એવા નવસારીના ભજીયા અને ચટણીનો સ્વાદ માણ્યો હતો. અહીં તેઓએ સ્થાનિક ધારાસભ્ય સહિત માજી ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે ચાય પર ચર્ચા કરી હતી. રાજ્યના ગૃહપ્રધાન સામાન્ય ચાયની ટપરી પર ચાની ચૂસકી માણતા નજરે આવતા સામાન્ય લોકો પણ તેમને જોવા માટે ટોળે વળ્યા હતા. આ ઉપરાંત રામનવમીના પર્વ પર હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી હતી. સાથે સમાજના દુષણો એવા ડ્રગ્સ અને વ્યાજખોરીની લડાઈ સામે રાજ્ય સરકાર ખૂબ મજબૂતાઈથી લડી રહી છે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details