નવસારી : જિલ્લોને આઝાદીનું પ્રવેશદ્વાર અને સાક્ષી માનવામાં આવે છે. કારણ કે, ગાંધીજીએ દાંડી યાત્રા કરીને અંગ્રેજો એ ભારતમાં નાખેલી નાવને હચમચાવી નાખી હતી. તેથી આઝાદીના મુખ્ય પહેલ કરનાર ગાંધીની વિચારધારા હજી પણ આ ક્ષેત્રમાં જીવન છે. જેના ભાગરૂપે ગાંધી વિચાર પ્રસાદ ટ્રસ્ટ સંચાલિત 74માં ગાંધી મેળાનો આરંભ ગાંધી પ્રેમી ગફુર બિલાખીયાએ (પદ્મશ્રી વિભૂષિત) કર્યો હતો. બીલીમોરા ખાતે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી સમગ્ર દિવસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શુું છે સમગ્ર વાત : ગાંધીનું ગુજરાત તરીકે દેશ અને દુનિયામાં જાણીતું છે. ગુજરાતની વિકાસ ગાથા સમગ્ર વિશ્વમાં લેવામાં આવે છે. ગુજરાતની નવી પેઢી આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં તાલથી તાલ મિલાવી આગળ વધી વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે, ત્યારે આ નવી પેઢીમાં ગાંધીના મૂલ્યોનું સિંચન થાય તે માટે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, સેલવાસ અને દમણ સહિત વિસ્તારમાં વારાફરતી ગાંધીના મૂલ્યોનું સિંચન કરવા માટે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવે છે.
શું હતો મેળાનો હેતું : નવસારીમાં પણ બીલીમોરા સોમનાથ સંકુલ ખાતે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા 74 માં ગાંધીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના આયોજન થકી ગુજરાતમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગના મૂળમાં નબળા વર્ગના લોકોને રોજગારી મળે અને તેમનું જીવન ધોરણ બદલાય તે હેતુથી કરવામાં આવ્યું હતું. ખાદી અને ગ્રામ ઉદ્યોગના મૂલ્યોનો પ્રચાર પ્રસાર થાય એવા ઉમદા હેતુસર 17 માર્ચથી 19 માર્ચ સુધી અલગ અલગ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે.