ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : બીજેપીએ એન્ટ્રી કરતા સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું - Gandevi Cooperative Bank Meetings

નવસારીમાં ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે આ વર્ષે 43 ઉમેદવારો 17 બેઠકો પર મેદાને ઉતર્યા છે. પરતું આ વખતે બેન્કની ચૂંટણીમાં ગરમાટો જોવા મળ્યો છે કારણ કે આ ચૂંટણીમાં ભાજપે પણ 17 ઉમેદવારોની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે.

Navsari News : બીજેપીએ એન્ટ્રી કરતા સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું
Navsari News : બીજેપીએ એન્ટ્રી કરતા સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું

By

Published : Mar 4, 2023, 12:31 PM IST

બીજેપીએ એન્ટ્રી કરતા સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું

નવસારી : ગણદેવી તાલુકામાં આવેલી સહકારી બેંક ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિ. આગામી પાંચ માર્ચના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 17 બેઠકો માટે 43 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ગાયકવાડી સમયની આ સહકારી ક્ષેત્રની બેન્કમાં ભારતીય જનતા પાર્ટી પણ પોતાના 17 ઉમેદવારોને મેન્ડેટ આપી ચૂંટણી જંગમાં ઉતારી રહી છે. જેને કારણે આ વખતે બેંકની ચૂંટણીમાં રાજકારણ પણ ઉમેરાવાથી ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે.

સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું

દિવસેને દિવસે બેન્કનો વિકાસ : ધી ગણદેવી કો ઓપરેટીવ બેન્ક લીની સ્થાપના 1929માં કરવામાં આવી હતી. ગણદેવીમાં ચાલતા નાના મોટા ઉદ્યોગોને લઈને આ સહકારી બેન્કની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ ગણદેવીથી શરૂ થયેલી આ સહકારી બેંક બીલીમોરા ચીખલી અને નવસારીમાં બે શાખા ધરાવે છે. દિવસેને દિવસે આ બેંકના સભાસદોમાં પણ વધારો થતો ગયો અને આર્થિક ક્ષેત્રે પણ સતત વિસ્તરી રહી છે. .

મોટું રાજકારણઃ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામાન્ય ચૂંટણી આવતી પાંચ માર્ચે થવા જઈ રહી છે. બેંકના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના જંગમાં ભાજપે પણ 17 ઉમેદવારોની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જ્યારે ગણદેવી પીપલ્સ બેન્કની ચૂંટણીમાં કુલ 34 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તો બીજી તરફ ભાજપની સામે કેટલાક ઉમેદવારો કોંગ્રેસ સમર્પિત પણ છે. જેથી બેંકના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.

ઉમેદવાર

કેટલા વિભાગમાં ચૂંટણી : બેંકને લઈને ત્રણ વિભાગોમાં ચૂંટણી યોજાશે. જેમાં ગણદેવી વિભાગમાં બેઠકો પર 19 ઉમેદવારો બીલીમોરા વિભાગમાં ચાર બેઠકો માટે સાત ઉમેદવારો અને અમલસાડ નવસારી વિભાગ માટે બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મહિલા અનામત બે બેઠકો માટે ચાર અને અનુસૂચિત જાતિ જનજાતિની એક બેઠક માટે બે ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાંથી મહિલા અનામત અને એસસી એસટી બેઠક માટે તમામ 24,000 સભાસદો મતદાન કરશે. જ્યારે 31 ઉમેદવારોનું મતદાન વિભાગ અનુસાર રહેશે. પાંચ માર્ચે યોજાનારી આ ચૂંટણી સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધીનું મતદાન થશે અને એ જ દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ પરિણામ પણ જાહેર થશે.

આ પણ વાંચો :Navsari Accident: નવસારી શહેરની મધ્યમાં થયો અકસ્માત, યુવાનનું ઘટના સ્થળે મોત

ભાજપના ઉમેદવાર : ઉમેદવાર ચિંતન રોહિત શાહ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ આપીને મને ચૂંટણી મેદાને ઉતાર્યો છે. 17 ઉમેદવારોને 17 મેન્ડેડ મળ્યા છે. તેથી મને આશા છે કે આ વખતે ભાજપી પેનલનો ભવ્ય વિજય થશે. કારણ કે, માહોલ પણ અમારા પક્ષે હોય અમે સારા મતોથી જીતીશું.

સહકારી બેંક ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિ

આ પણ વાંચો :Mamata on By poll results 2023 : મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણી 2023ના પરિણામો પર કરી મોટી જાહેરાત

ચૂંટણી અધિકારી : બીજી તરફ બેંકના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને બેંક ચૂંટણી સમિતિ પણ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજી મતદાન કરાવી મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેવી અમે તમામ પ્રકારની તૈયારીઓને આખરીઓ આપી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details