નવસારીમાં યુવકે દુકાનમાંથી મોબાઈલ ઉઠાવી રફુચક્કર નવસારી : દીકરી માટે શૂઝ લેવા ગયેલા યુવાને મનમાં લાલચ જાગતા ફૂટવેરની દુકાનમાં મુકેલા સોફા પરથી મોબાઇલની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટનાની FIR થતા નવસારી ટાઉન પોલીસે દુકાનમાં લાગેલા CCTV કેમેરાને આધારે ગણતરીના કલાકોમાં યુવકની ધરપકડ કરી લીધી હતી.
શું છે સમગ્ર મામલો : શહેરમાં રહેતા અને વ્યવસાયિક રીતે ડોક્ટર ખ્યાતિ શાહ પોતાના પરિવાર સાથે નવસારી શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલી એસપી ફૂટવેરમાં બુટની ખરીદી અર્થે ગયા હતા. ડોક્ટર ખ્યાતિ બુટની ખરીદી કરવામાં મશગૂલ હોય તે દરમિયાન તેઓનો મોબાઇલ તેઓએ જ્યા બેઠા હતા તે સોફા પર મૂક્યો હતો, પરંતુ ખરીદી પત્યા બાદ તેઓ મોબાઈલ લેવાનું ભૂલી ગયા હતા. તેઓનો મોંઘો મોબાઇલ ત્યાં સોફા પર જ રહી ગયો હતો.
બુટની ખરીદી કરવા આવેલા યુવક : ત્યારબાદ તેઓ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા હતા. આ દરમિયાન શોપમાં કરામત નૂર શેખ નામનો વ્યક્તિ બુટની ખરીદી અર્થે દુકાનમાં આવ્યો હતો. આ યુવકની નજર સોફા પર પડેલા મોબાઈલ પર પડતા જ બુટની ખરીદી કરવા આવેલા આ યુવકે સોફા પર પડેલો મોબાઈલ કોઈની નજર ના પડે તે રીતે ઉઠાવી લીધો હતો. બુટની ખરીદી છોડી તે યુવાન તાત્કાલિક ત્યાથી રફુચક્કર થઈ ગયો હતો.
આ પણ વાંચો :Jamnagar Crime : રાજ્યમાં પેટ્રોલ પંપ પર તસ્કરીનો તરખાટ મચાવનાર તાડપત્રી ગેંગ ઝડપાય
મોબાઈલ ચોરાયાની ફરિયાદ : પોતાનો મોબાઈલ ગુમ થયો હોવાની જ્યારે ડોક્ટર ખ્યાતિ શાહને ખબર પડી ત્યારે તેઓએ તાત્કાલિક મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તાત્કાલિક શોધખોળ ચાલુ કરી હતી. શોપિંગ સેન્ટર ખાતે આવેલી એસપી ફૂટવેર નામની દુકાનમાં લાગેલા CCTV કેમેરા બારીકાઈથી ચેક કર્યા હતા. જેમાં એક યુવક આ મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂકતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.
આ પણ વાંચો :Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
મનમાં લાલચ જાગી : તેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવકને શોધી કાઢ્યો હતો. જેમાં આ યુવક કરામત નુર શેખ હોવાનું બહાર આવ્યું હતું. જે વ્યવસાયે સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતો હોય અને આ પ્રોફેશનલ ચોર ન હોય આ યુવક પોતાની દીકરી માટે બુટ લેવા આવ્યો હતો, પરંતુ સોફા પર પડેલા મોબાઈલને જોઈ તેના મનમાં લાલચ જાગતા તેને મોબાઇલની ઉઠાંતરી કરી હતી. તપાસ અધિકારી કે.એચ. ચૌધરી નાઓ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દુકાનમાં લાગેલા CCTVના આધારે અમે આ યુવકની અટકાયત કરી મોબાઈલ કબજે લીધો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.