- વ્યંકટેશ વહાણના માછીમારે માલિકને કર્યા ટેક્સ મેસેજ
- જગવંદન વહાણ માછીમારો સુરક્ષિત હોવાના આપ્યા સમાચાર
- બન્ને દીકરાઓ સુરક્ષિત હોવાના સમાચારથી માતાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો
નવસારી:વિજલપોર શહેરના છાપરા વિસ્તારમાં રહેતા ચાર યુવાનો કૃષ્ણપુરના બલવીર ટંડેલ સાથે મહારાષ્ટ્રના જગવંદન વહાણમાં માછીમારી માટે ગયા હતા. દરમિયાન 27 નવેમ્બરની રાતે અરબી સમુદ્રમાં (Arabian Sea) માછીમારી માટે ગયેલુ જગવંદન વહાણ લાપતા (Navsari fishermen missing) થયુ હતું અને વહાણમાં સવાર નવસારીના પાંચ સહિત 8 માછીમારો લાપતા (Navsari fishermen missing) થયા હતા.
માતાની આંખોમાં આંસુ નહીં હર્ષ છવાયો
નવસારીના છાપરામાં રહેતા અનિલ અને અમિત હળપતિના પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને અનિલની માતા રમીલાબેન ત્રણ દિવસોથી સતત રડી રહ્યા હતા અને તેમના બન્ને દીકરાઓને સરકાર સહી સલામત પરત લાવવા માટે પ્રયાસ કરે એવી આજીજી કરી રહી હતી. પરંતુ માતાની આંખોમાં આંસુ નહીં હર્ષ છવાયો છે.