ગણદેવી તાલુકામાં 31 ડિસેમ્બરના રોજ ગાયબ થયેલા ભરત નાયકનું તેમના મિત્રો દ્વારા જ અપહરણ થયાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે CCTVના આધારે આરોપી મિત્ર સુધી સરળતાથી પહોંચી અને અપરાધનો ભેદ ઉકેલ્યો છે. મૃતક જ્યોતિષ, તેના બે મિત્ર વિમલ પટેલ અને સાગર પટેલ સાથે તાંત્રિકવિધિ કરીને રૂપિયાનો વરસાદ કરવા માટે બામરોલીયા ગામના ખેતરમાં ગયા હતા. જ્યાં બન્ને આરોપીએ મૃતક પાસેથી આગળના નીકળતા 3 લાખની માગણી કરી હતી. જેમાં મૃતક અને આરોપી વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. જેથી બન્ને આરોપીએ મિત્ર જ્યોતિષનું ગળુ કાપી નાખ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને ખેતરમાં જ ખાડો ખોદીને દફનાવી દીધો હતો.
નવસારીમાં અંધશ્રધ્ધા અને લાલચના કારણે આધેડે ગુમાવ્યો જીવ, મિત્રોએ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો ! - નવસારીમાં ક્રાઈમનું પ્રમાણ
નવસારી: 'નાદાનની દોસ્તી અને જીવનું જોખમ' કહેવત સાચી ઠરી છે. બે મિત્રોએ પોતાના 67વર્ષીય આધેડ મિત્રને બમણા રૂપિયાની લાલચમાં ફસાવી તાંત્રિક વિધિ કરવા ખેતરમાં લઇ ગયા હતા. ખેતરમાં જઇને આધેડ મિત્રનું ગળુ કાપી મૃતદેહ જમીનમાં દફનાવી દીધો હતો. આ મુદ્દે પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી છે.
નવસારીમાં મિત્રતાને લાગ્યો કલંક, મિત્રએ જ કરી મિત્રની હત્યા
પોલીસે સમગ્ર મુદ્દે આરોપી પાસે ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ હત્યા કેવી રીતે કરી? ઘટના સ્થળ સુધી કેવી રીતે આવ્યા અને મૃતકને કેવી રીતે દફનાવ્યો વગેરે બાબતોની પોલીસે તપાસ કરી હતી.