ત્યારે નવસારી જિલ્લાના ગત રાત્રીથી વિવિધ વિસ્તારોમાં ઝરમર-ઝરમર વર્ષી રહેલ વરસાદને કારણે ક્યાંકને ક્યાંક ખેડૂતોને થોડી રાહત મળી છે. પરંતુ જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
નવસારી જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ, ખેડૂતોને મળી રાહત - gujarat
નવસારીઃ દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે બીજી બાજુ શરૂઆતના દિવસોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા. પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે.
નવસારીના વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ, ખેડૂતોને મળી રાહત
નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે સીઝન દરમિયાન નોંધાયેલો કુલ વરસાદ
- નવસારી: 524 એમએમ
- જલાલપોર: 499 એમએમ
- ગણદેવી: 634 એમએમ
- ચીખલી: 701 એમએમ
- વાંસદા: 459 એમએમ
- ખેરગામ: 941 એમએમ