ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લાનો 21 વર્ષનો રેકોર્ડ તૂટયો,રેકોર્ડ બ્રેક ગરમીથી શેકાયું નવસારી - Gujarati News

નવસારીઃસમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.બપોરે ફૂંકાતા ગરમ પવનોના કારણે નાગરિકો હીટવેવ જેવો અનુભવ કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં આજરોજ રવિવારે અધિકત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું.

નવસારી જિલ્લાનો 21 વર્ષનો રેકોર્ડ તૂટયો,રેકોર્ડ બ્રેક ગરમી

By

Published : Apr 28, 2019, 7:08 PM IST

જે ગરમીએ નવસારી જિલ્લાનો 21 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેને કારણે નવસારી જિલ્લાના રસ્તાઓ તેમજ નેશનલ હાઇવે સુમસામ બન્યા છે. જયારે લોકો ગરમીથી બચવા ઠંડી છાસ,શેરડીનો રસ,ઓઆરએસ તેમજ લીંબુ પાણી અને ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે.

નવસારી જિલ્લાનો 21 વર્ષનો રેકોર્ડ તૂટયો,રેકોર્ડ બ્રેક ગરમી

નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહીના અંતર્ગત આજરોજ રવિવારે અધિકત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું. જે ગરમીએ નવસારી જિલ્લાનો 21 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેને કારણે નવસારી જિલ્લાના રસ્તાઓ તેમજ નેશનલ હાઇવે સુમસામ બન્યા છે.

જયારે લોકોગરમીથી બચવા ઠંડી છાસ,શેરડીનો રસ,ઓઆરએસ તેમજ લીંબુ પાણી અને ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે.અત્યારથી 40 ડિગ્રીની ઉપર તાપમાન જઈ રહ્યું હોવાથી મે માસમાં કેવી હાલત થશે તેની કલ્પના કરતાં જ પસીનો વળી જાય તેમ છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં એટલા વિચિત્ર અને અણધાર્યા ફેરફારો થતાં રહેવાના કારણે લોકો દરેક ઋતુમાં બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે અને આ વિસ્તારોમાં ઠંડી પણ વ્યાપક પ્રમાણમાં પડે છે.પરંતુ તેમ છતાં એપ્રિલની આખરમાં અહીં બરાબર ગરમી શરૂ થઈ ગઇ છે.

તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી રહ્યો હોવાથી અને ગરમ પવનો ફૂંકાતા લોકો ત્રાસ અનુભવી રહ્યાં છે. મોડી સાંજ સુધી ગરમ હવાના કારણે વાતાવરણમાં એક પ્રકારની ગરમી અનુભવાય છે. છેક રાત્રે થોડી ઠંડક શહેર પર ઉતરતા લોકો રાહત અનુભવે છે.

પરંતુ ગરમીના કારણે દિવસભર ત્રસ્ત થઈ ચૂકેલા નાગરિકો રાત્રે હવે લટાર મારવા નીકળતા થઈ ગયા છે. જોકે હજી તાપમાન વધવાની શક્યતાને લઇ શહેરીજનોત્રસ્ત થઈ ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details