પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં 2 વ્યકિતના એક સાથે મોત થયા હતા અને 2 પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ગામમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં કોલેરાના કેસ પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી.
નવસારી જિલ્લાના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા કૉલેરા ગ્રસ્ત જાહેર કર્યું - સદલાવ 2 પોઝિટિવ કેસ
નવસારીઃ જિલ્લાના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. 2 વ્યકિતઓના મોત અને બે વ્યક્તિઆના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે, અને ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યુ છે. બીજી તરફ તકેદારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ,ખડસુપા,સરપોર,પારડી,નવાતળાવ અને અંબાડા સહિત 6 ગામોને કૉલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

સદલાવ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું
સદલાવ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું
ગામમાં પીવાના પાણી સ્ત્રોત કુવા અને બોર બંધ કરાવી દેવામા આવ્યા છે તેમજ બેઝ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે.
બિજી તરફ તકેદારીના ભાગ રુપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ, ખડસુપા, સરપોર, પારડી, નવાતળાવ અને અંબાડા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.