ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લા પંચાયતનું 1011.57 કરોડનું જંગી બજેટ રજુ - જિલ્લા પંચાયતનુ વર્ષ 2020-21 નુ બજેટ

36 કરોડની આવક ધરાવતી નવસારી જિલ્લા પંચાયતનું સરકારી ગ્રાન્ટના ભરોસે 1011.57 કરોડ રૂપિયાનું જંગી બજેટ આજે જિલ્લા પંચાયતની બજેટ સભામાં વિપક્ષના સામાન્ય વિરોધ સાથે સર્વાનુમતિએ મંજૂર કરાયુ હતુ. જેમાં આ વર્ષે શિક્ષણ, પોષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

navsari
નવસારી

By

Published : Mar 20, 2020, 11:55 AM IST

નવસારી : જિલ્લા પંચાયતના સભાખંડમાં પંચાયત પ્રમુખ અમીતાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનુ વર્ષ 2020-21 નુ બજેટ રજૂ કરાયુ હતુ. 36.07 કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી નવસારી જિલ્લા પંચાયતે સરકારી ગ્રાન્ટોને આધારે 1011.57 કરોડ રૂપિયાનુ જંગી બજેટ સભા સમક્ષ મૂક્યુ હતુ. ત્રણ વર્ષ અગાઉ 650 કરોડનું બજેટ ધરાવતી જિલ્લા પંચાયતે દર વર્ષે બજેટમાં 100થી વધુ કરોડ રૂપિયાનો વધારો જ કર્યો છે.

નવસારી જિલ્લા પંચાયતનું 1011.57 કરોડનું જંગી બજેટ રજુ

જેના કારણે આજે બજેટ હજાર કરોડને પાર પહોંચ્યુ છે. જેને શાસકોએ ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતુ. જો કે, તેની સામે વિપક્ષે મોટા આંકડાઓ સાથે રજૂ કરેલા બજેટમાં ગરીબો અને આદિવાસીઓ માટે કોઈ વિશેષ ધ્યાન ન અપાયુ હોવાના આક્ષેપો સાથે બજેટને નિરાશાજનક ગણાવ્યુ હતુ.

ખાસ કરીને જિલ્લા પંચાયત હસ્તકના ગ્રામીણ રસ્તાઓ પર ઝાડી-ઝાંખરાઓની કાપણી અને રસ્તા પર પડેલા ખાડાઓ ભરવાની વ્યવસ્થા કરવા સાથે, નાની આંગણવાડીઓમાં હેલ્પરની માગ તેમજ આરોગ્ય કેન્દ્રો પર સર્પ દંશ કે શ્વાનના કરડવાની ઘટનાઓમાં લોકોને સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક સમયે સરળતાથી લોહી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ અમીતાબેન પટેલ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં જિલ્લા પંચાયતની 36.07 કરોડની આવક સામે 37 કરોડ રૂપિયાનુ દેવું બતાવવામાં આવ્યુ છે. જો કે, બજેટમાં 211 કરોડની પુરાંત પણ દર્શાવાઇ છે. જ્યારે આ વર્ષના બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં પ્રવાસી શિક્ષકોની ભરતી, વિજ્ઞાન લેબ તેમજ ફરતી પ્રયોગશાળા અને ફરતી લાયબ્રેરી, ચાઈલ્ડ ફ્રેન્ડલી આંગણવાડીની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે પણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ગ્રામજનોને આકસ્મિક સમયે લોહીની જરૂરિયાત પડે, ત્યારે નવસારી કે વલસાડ સુધી લંબાવવું પડે છે.

જેના માટે પણ બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવવા 15 લાખ રૂપિયા ફાળવાયા છે. સરકારી હોસ્પિટલોમાં દર્દી સાથે તેના સગા માટે ભોજનની વ્યવસ્થા તેમજ દિવ્યાંગો માટે એડલ્ટ ડાયપરની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેથી શાસકોએ બજેટને સમગ્ર વિકાસલક્ષી અને ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details