નવસારીઃ જિલ્લામાં કોરોનાની મહામારી સામે લડવા માટે પોલીસ સતત જિલ્લામાં અંદાજે ૧૦૦ પોઈન્ટો પર રાત દિવસ ખડે પગે ઉભી છે અને આવન-જાવન કરતા લોકોની કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવાના કારણે તેમજ આરોગ્ય વિભાગની ટીમની સતર્કતાથી હજી સુધી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.
નવસારી: લોકડાઉનના ચુસ્ત બંદોબસ્ત છતાં સુરતથી બે મહિલાઓ બીલીમોરા આવી, આરોગ્ય વિભાગે કર્યા હોમ કોરેન્ટાઇન - Two women came to Bilimora from Surat
કોરોનાની મહામારીથી બચવા દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં જ છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ લોકો લોકડાઉનનુ પાલન કરી રહ્યાં છે, તેમજ તંત્ર દ્વારા જિલ્લાની બોર્ડરો પણ સીલ કરી છે અને કડક તપાસ બાદ જ કોઈ જિલ્લામાં પ્રવેશી શકે છે. તેમ છતા ઘણા લોકો આરોગ્ય તપાસની આડમાં છૂટછાટ લેતા હોવાની વાત સામે આવી છે. જિલ્લાના બીલીમોરામાં એક લઘુમતી પરિવારના ચાર સભ્યો કોરોના રેડ ઝોન સુરતના ચોક બજારથી આવ્યા હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ અને પરિવારમાંથી બે મહિલાઓને પોલીસની હાજરીમાં હોમ કોરોન્ટાઇન કરાયા હતા.
પરંતુ તેમ છતા સુરતના ચોક બજારમાંથી લઘુમતી સમાજનાં એક પરિવારના ચાર સભ્યો જિલ્લા તંત્રની જાણ બહાર, બીલીમોરા સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર મામલો આરોગ્ય વિભાગને ધ્યાને આવતા સથાનિક પોલીસ સાથે તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સુરતના ચોક બજારમાં રહેતી વૃદ્ધ માતાને અને પોતાની તરૂણ વયની દીકરીને બીલીમોરામાં રહેતુ યુગલ લેવા માટે ગયુ હોવાનું સામે આવ્યું હતુ. લોકડાઉન જાહેર થતા દીકરી, માતાને ઘરે ફસાઈ હતી, સાથે જ માતાની તબિયત પણ સારી ન હોવાથી તેમને બીલીમોરા લઇ આવ્યા હતા. જેમાં સુરતથી બીલીમોરા આવવા માટે યુગલે સુરતની મૈત્રી હોસ્પિટલની મેડીકલ ફાઈલનો ઉપયોગ કર્યો હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. આરોગ્ય વિભાગે ચારમાંથી બે જ લોકો કોરોના રેડ ઝોન સુરતના ચોક બજારથી આવ્યા હોવાથી વૃદ્ધ મહિલા અને તરૂણીને ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઇન કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, બીલીમોરા વિસ્તારમાં 25થી વધુ લોકો સુરતથી આવ્યા હોવાની અને તમામને હોમ કોરેન્ટાઇન કરાયા હોવાની ચાલી રહી છે.