ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime: સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, સમુદ્રમાર્ગે થતી હતી દારૂની હેરાફેરી - Ponsari village near Bilimora

દરિયાઈ માર્ગે દારૂની હેરફેર કરતા બુટલેગરોને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દમણથી બીલીમોરા આવી રહેલા દારૂના જથ્થાને SMC એ ઝડપી પાડ્યો છે. અલગ અલગ આઈડિયા અજમાવીને દારૂની કરતા હતા હેરા-ફેરી.

નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, અલગ આઈડિયા અજમાવી રહ્યા હતા પોલીસે દબોચી લીધા
નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, અલગ આઈડિયા અજમાવી રહ્યા હતા પોલીસે દબોચી લીધા

By

Published : Feb 10, 2023, 12:18 PM IST

Updated : Feb 10, 2023, 12:31 PM IST

નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, અલગ આઈડિયા અજમાવી રહ્યા હતા પોલીસે દબોચી લીધા

નવસારી:દરિયાઈ માર્ગે બોટ દ્વારા દમણથી બીલીમોરા આવી રહેલા દારૂના જથ્થાને SMC એ ઝડપી પાડ્યો છે. રાત્રિના અંધારામાં રેડ થતાં બુટલેગરો ભાગી છૂટયા છે. કુલ 8 વોન્ટેડ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ-અલગ પ્રકારના કીમિયા અજમાવી રહ્યા હતા. દમણથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા માટે તેઓ મોટો નફો મેળવતા હોય છે. તેથી કોઈપણ ભોગે તેઓ દમણથી મોટાભાઈ દારૂ નવસારી તરફ પહોંચે તેના માટે તેઓ અલગ અલગ આઈડિયા અજમાવતા હોય છે.

દારૂની હેરાફેરી:ઘણા કિસ્સાઓમાં આવા બુટલેગરો લક્ઝરીયસ કારનો પણ ઉપયોગ કરતા હોય છે અથવા તો કાર કે મોટા વાહનોમાં ચોર ખાના બનાવી તેમાં દારૂ સંતાડીને દારૂની હેરાફેરી કરતા હોય છે. અમુક બુટલેગરો દરિયાઈ માર્ગે બોટમાં પણ દારૂની હેરાફેરી કરતા હોય છે. આવો જ એક કિસ્સો દરિયાઈ માર્ગે દારૂની હેરફેર કરતા બુટલેગરોને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દમણથી બીલીમોરા આવી રહેલા દારૂના જથ્થાને SMC એ ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો Unauthorized Meat shop: નવસારીમાં મંજૂરી વગર ચાલતી ચીકન-મટનની દુકાનો સીલ, પાલિકાએ કરી લાલ આંખ

વોન્ટેડ જાહેર:નવસારી જિલ્લામાં લાંબા સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. ગઈકાલે રાત્રે બીલીમોરા પાસેના પોંસરી ગામ પાસેના દરિયા કિનારે દમણથી મોટી સંખ્યામાં દારૂ આવનાર હોવાની બાતમી SMCને મળતા રાત્રિના અંધારામાં રેડ કરી 2,97,600ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્તા ચાર બુટલેગરોમાં નાસભાગ મચી હતી.

આરોપી ભાગ્યાઃ 4 મુખ્ય આરોપી સહિત અન્ય 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દમણથી પૌસરી આવી રહેલા 2,97,600ની કિંમતની 3,696 બોટલ ના જથ્થા સહિત પાંચ લાખની કિંમતની એક વોટ મળી કુલ 7,97,600 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. SMC ની રેડની માહિતી મળતા તમામ બુટલેગરો અને તેમના માણસો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા SMC એ બીલીમોરા પોલીસને આ તપાસ સોંપી છે.

આ પણ વાંચો Navsari Crime: પેટ્રોલ પંપ કર્મચારીને માર મારનાર આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા

કોણ કોણ ઝડપાયું:લાલુ,અંકિત પટેલ,બળવંત ટંડેલ,જયેશ પટેલ સામે કાર્યવાહી સાથે અન્ય 4 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ રેડમાં પોલીસે એક વોટ પણ જપ્ત કરી છે જેની કિંમત 5,000 આપીને કુલ મુદ્દા માલ 7 લાખથી વધુનો ઝડપી પાડવામાં આવ્યો છે.ફરજમાં બેદરકારી મુદ્દે બીલીમોરા પોલીસ સામે કાર્યવાહી થાય કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

Last Updated : Feb 10, 2023, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details