નિવૃત્ત ASIના પુત્ર પર જીવલેણ હુમલો નવસારી:નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે તળિયાને સ્પર્શી રહી હોય એવો માહોલ જોવા મળે છે. વસુધારા માર્ગ પર નહેર નજીક નિવૃત્ત એએસઆઈના પુત્ર વિનલ પટેલ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલો કરનારે તેને લોહીથી નીતરતો કરી દેતા પ્રાથમિક સારવાર મળે એ પહેલા જ એનું પ્રાણ-પંખીરું ઉડી ગયું હતું. ચીખલી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડી ગઈ હતી. હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છૂટવાની ઉતાવળમાં હતા. જ્યાં ઘટના સ્થળે પોતાની બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. જેના પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક પોલીસની ટીમ એક્શન મોડ પર એક્ટિવ થઈ ગઈ હતી. ફરાર આરોપીને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો Navsari News : પ્રેમીએ પ્રેમિકાના મૃત્યુ મામલે પરિવાર પર કર્યા આક્ષેપ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો
તાત્કાલિક દોડતી થઈ:નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે શિવેચ્છા સોસાયટીમાં રહેતા વિનલ પટેલ ગત રાત્રે 8 વાગ્યા આસપાસ પોતાના મોપેડ લઈને કોલેજ સર્કલ નજીક આવેલી નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક દૂધ વહન કરતી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેને આંતરી અચાનક લોખંડના પાઇપ વડે પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ડઘાઈ ગયેલા વિનલે બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તેનો પગ ભેરવાઇ જતા જમીન પર પડ્યો હતો. જે બાદ હુમલાવરે તેના ઉપર તૂટી પડ્યા હતા. વિનલના માથાના પાછળના ભાગે ઈજા થતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ચીખલી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડતી થઈ હતી.
આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન:હુમલાખોરો ભાગવાની ઉતાવળમાં ઘટના સ્થળે પોતાની બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. આ વચ્ચે પોલીસે પોતાના વાહનમાં જ ગંભીર રીતે ઘવાયેલા વિનલ પટેલને ચીખલી રેફરલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પરંતુ સારવાર મળે એ પૂર્વે પ્રાણ-પંખીરું ઊડી ગયું હતું. જેથી પોલીસે મૃતદેહને પોસ્મોટમ રૂમમાં ખસેડી તપાસને વેગ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ પોલીસ વડા એસ. કે. રાય સહિત LCB, SOG તેમજ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરનારા આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો Navsari Crime : નવસારી એસઓજીની ટીમના દરોડામાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો, ઓક્સિટોસિન વેચનારની ધરપકડ
નરેશ પટેલની મુલાકાત:હત્યા મામલે મૃતક યુવકના પરિજનોની ધારાસભ્ય નરેશ પટેલ મુલાકાત લીધી હતી. નરેશ પટેલ પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ પોલીસને ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. બીજી તરફ મૃતક યુવાનનો પરિવાર આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા મક્કમ જોવા મળ્યા છે. તેમજ સરાજાહેર યુવકની હત્યાને પગલે કોળી પટેલ સમાજના આગેવાનોમાં પણ રોષ જોવા મળ્યો છે.ત્યારે પોલીસે હુમલાવરોની બાઈકનો કબજો મેળવી, તેના માલિકની માહિતી મેળવવા સાથે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોને નેટવર્ક એક્ટિવ કરી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો આરંભ્યા છે. જોકે, પોલીસ પુત્ર વિનલ પટેલ ક્યા કારણોસર મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, કોણ હોઈ શકે એ મુદ્દે પરિવારજનો પણ અજાણ છે. ત્યારે કોણે હુમલો કરાવ્યો, કોઈ જૂની અદાવત છે કે પછી કોઈ બીજું કારણ..? જેવા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે, ત્યારે પોલીસ આરોપીઓની ધરપકડ કરે ત્યાર બાદ સમગ્ર મામલે હકીકત સામે આવશે.