નવસારી:ચીખલી પરમ પેટ્રોલ પંપ પર CNG ભરાવતા પહેલા કારમાંથી નીચે ઉતારવા બાબતે મારામારી કરનાર 4 અસામાજિક તત્વો ઝડપાયા છે. પેટ્રોલ પંપ પર કર્મચારીને મારીને પુના ભાગી ગયા હતા.
કર્મચારી સાથે ગાળો:ચીખલી તાલુકાના HP પેટ્રોલ પંપ ઉપર 3 દિવસ અગાઉ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ERTIGA ગાડી ગેસ ભરવા માટે આવી હતી. જેમાં કર્મચારીએ ગેસ ભરાવતા પહેલા તકેદારીના ભાગરૂપે કારમાં સવાર તમામને બહાર ઉતારવા કહ્યું હતું. જેથી કારમાં સવાર 3 જેટલા યુવાનોએ કર્મચારી સાથે ગાળા ગાડી કરીને ગેસ ભરાવ્યો હતો. બાદમાં પૈસા આપી કર્મચારીને માર મારી નાસી ગયા હતા. સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધતા પોલીસે સીસીટીવી અને નંબર પ્લેટના આધારે તપાસ કરતા ચારે આરોપીઓને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી લીધા છે.
ગેસ પુરાવા ઉતરતા બબાલ:આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી અને ચીખલી પોલીસે ERTIGA કારમાં સવાર ચાર જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધ ચારેયની ધરપકડ કરી છે આ યુવાનો અજમેર દરગાહ પર ગયા હતા ત્યાંથી પુના જઈ રહ્યા હતા વચ્ચે ચીખલી ગેસ પુરાવા ઉતરતા બબાલ થઇ હતી. સમગ્ર મામલે ડીવાયએસપી એસ.કે રાય સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તેને આધારે અટીકા કારનો નંબર મેળવી ચીખલી પોલીસ અને સર્વિલમ સ્ટાફ દ્વારા તપાસ કરતા આ ગાડી મહારાષ્ટ્રના પુનાની હોવાનું પોલીસને જાણવા મળ્યું. તમામ આરોપીઓ પણ પુનાના હોવાથી ચીખલી પોલીસની એક ટીમ પુના રવાના થઈ હતી. આ તમામ ચાર આરોપીઓને અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.