પુષ્પાંજલિ કરવા જતા નવસારીના નગરસેવિકા પટકાયા નવસારી: નવસારી શહેરની મધ્યમાં આવેલા ફુવારા સર્કલ પાસેના જ્યુબિલી ગાર્ડન પાસે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા ઉપર 26 જાન્યુઆરી નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બે મહિલા નગર સેવિકા જર્જરિત લાકડાની સીડી પર ચડવા જતા સીડી તૂટી જતા તેઓ નીચે અટકાયા હતા જેઓના પગમાં અંગૂઠાના ભાગે ફ્રેક્ચર થયું હતું.
પ્રતિમાઓ અને સર્કલોની સાફ-સફાઈ અને યોગ્ય રખરખાવબી જરૂરિયાત મેઇન્ટનેન્સ અભાવને કારણે જર્જરિત બની ચૂકી છે સીડી: નવસારી શહેરના સર્કલોને સુંદર અને સ્વચ્છ બનાવી મહાન ક્રાંતિકારીઓ અને નેતાઓની પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમાઓ ઉપર પુષ્પાંજલિ કરવા માટે લોખંડ અને લાકડાઓની સીડી મૂકવામાં આવી છે જે સમયની સાથે મેન્ટેનન્સ માંગે છે પણ મેન્ટેનન્સના અભાવે જર્જરત બની જાય છે. જેના કારણે આવા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા જાગી છે.
આ પણ વાંચોIndian Armed Force Diet: ભારતીય સૈનિકો ખાય છે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક આહાર, જાણો એનું ડાયટ
અંગૂઠા સહિત ત્રણ જગ્યાએ ફ્રેક્ચર:ફુવારા વિસ્તારમાં આવેલા જ્યુબિલિ ગાર્ડનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા મૂકવામાં આવી છે અને આ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે એક સીડી પણ મૂકવામાં આવી છે. જ્યારે આજે 26 જાન્યુઆરી નિમિત્તે આ પ્રતિમા પર સવારે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન નવસારી શહેરના બે નગરસેવિકાઓ વોર્ડ નંબર ચારના કલ્પનાબેન રાણા અને વોર્ડ નંબર 7 ના છાયાબેન દેસાઈ આ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે લાકડાની સીડી પર ચડ્યા હતા પણ લાકડાની સીડી જર્જરી હોવાથી તે સીડી અચાનક તૂટી પડતા બંને નગરસેવિકાઓ નીચે પડી ગયા હતા. જેમાં છાયાબેન દેસાઈને સામાન્ય ઈજા થઈ હતી તો કલ્પનાબેન રાણાને પગના અંગૂઠા સહિત ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થયા હતા.
આ પણ વાંચોRepublic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી
પ્રતિમાઓ અને સર્કલોની સાફ-સફાઈ અને યોગ્ય રખરખાવબી જરૂરિયાત: નવસારીમાં પાલિકા દ્વારા ઘણા સર્કલો બનાવવામાં આવ્યા છે. જ્યાં આવા મહાન વ્યક્તિઓની પ્રતિમાઓ મૂકવામાં આવી છે પણ હાલ આ પ્રતિમાઓ અને સર્કલોની સાફ-સફાઈ અને યોગ્ય રખરખાવ કરવામાં આવે તેવી સમયની માંગ બની છે. સવાલ એ ઉભો થાય છે કે કોર્પોરેશનની કામગીરી કેવી છે તેનો ભોગ જો જાતે નગર સેવક જ બની રહ્યા છે તો લોકોને કેવી સમસ્યાઓ પડતી હશે તે ચિંતાજનક વિષય છે.