- રવિવારના રોજ 59 દર્દીઓ કોરોનામુક્ત થયા
- નવસારી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 254 થઈ
- રવિવારના રોજ આરોગ્ય વિભાગના ચોપડે એક પણ મૃત્યુ નહીં
નવસારી : વર્ષ 2020માં કોરોનાને નવસાર જિલ્લાવાસીઓએ હરાવતા 2021ના પ્રારંભે કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થતાં જિલ્લામાં કોરોનાએ પાંચ હજારનો આંકડો પાર કર્યો હતો. જેમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજન અને દવાની અછત સર્જાઈ હતી, પરંતુ સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ આગળ આવતા મે મહિનાથી કોરોનામાં થોડી રાહત જોવા મળી હતી.
કોરોના પોઝિટિવ કેસ કરતા કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતી ગઈ અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જ કોરોના પોઝિટિવ કેસ 20ની અંદર પહોંચ્યા છે. જેમાં રવિવારના રોજ નવસારીમાં 15 લોકો કોરોના સંક્રમિત થયા છે. નવસારી જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 254 છે. જેની સામે 59 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
Navsari Corona Update
- આજના કોરોના પોઝિટિવ કેસ - 15
- આજના ડિસ્ચાર્જ - 59
- આજના મોત - 0
- એક્ટિવ કેસ - 254
- કુલ પોઝિટિવ કેસ - 6986
- કુલ ડિસ્ચાર્જ - 6,545
- કુલ મોત - 187