નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18 મો પદ વિધાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો નવસારી:કૃષિ યુનિવર્સિટી ખાતે 18 મો પદવિદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રધાન રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા. દેશમાં પ્રાકૃતિક ખેતી થકી ક્રાંતિ આવે તે માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આહવાન કર્યું હતું. તેઓના દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે કાસ્ય, રજત અને સ્વર્ણપત્રક એનાયત કરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18 મો પદ વિધાન સમારોહ યોજાયો 18 મો પદવિદાન સમારોહ:નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 18 મો પદવિદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રધાન રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા. દેશમાં પ્રાકૃતિક ખેતી થકી ક્રાંતિ આવે તે માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરાજજીએ આહવાન કર્યું હતું. તેઓએ નવસારી કૃષિ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે કાસ્ય રજત અને સ્વર્ણપતક એનાયત કરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18 મો પદ વિધાન સમારોહ યોજાયો આ પણ વાંચો ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ-વે બંધ કરાયો
સન્માનિત કરવામાં આવ્યા:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 18મો પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કુલ 723 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી છે. રાજયપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે 29 તેજસ્વીં વિદ્યાર્થીઓને કુલ 47 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના પ્રોફેસરઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ઍવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18 મો પદ વિધાન સમારોહ યોજાયો કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નીત નવા સંશોધનો કરી આવનાર પેઢીને ઝેર મુક્ત ખેતી સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનુરોધ કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગ વધવા માટેનું કારણ 24% ભાગ રાસાયણિક ખેતીનો પણ છે.--રાજયપાલ આચાર્ય દેવવ્રત
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન:આ કાર્યક્રમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નેજા હેઠળ રાખવામાં આવ્યો હતો આ દીક્ષા સમારોહમાં 723 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટની ડિગ્રી આચાર્ય દેવરજીના હસ્તક આપવામાં આવી હતી. 47 જાતના ગોલ્ડ મેડલ અને જુદી જુદી જાતના બ્રોન્ઝ મેડલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આપવામાં આવ્યા હતા--યુનિવર્સિટીના કુલપતિ
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18 મો પદ વિધાન સમારોહ યોજાયો આ પણ વાંચો Navsari Accident: નવસારી શહેરની મધ્યમાં થયો અકસ્માત, યુવાનનું ઘટના સ્થળે મોત
ખેડૂત પ્રાકૃતિક ખેતી:નવસારી કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં કૃષિ અને પશુ પાલન પ્રધાન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રાધવજી પટેલે વિધાર્થીઓને શુભકામના પાઠવી હતી. રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું વર્ષોની પરંપરા મુજબ પ્રાકૃતિક ખેતી જ ભારતની પરંપરા રહી છે. પ્રાકૃતિક ખેતી ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે મહત્વનો ભાગ છે. ધીરે ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આજે આ આંકડો ગુજરાતમાં સવા ત્રણલાખ સુધી પહોંચી ગયો છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18 મો પદ વિધાન સમારોહ યોજાયો ઝેર મુક્ત ખેતી:ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી ધરતીને ઝેરથી બચાવે અને આવનારી પેઢીને ઝેર મુક્ત ખેતી અને ઉપજાઉ જમીન વારસામાં આપવા સાથે પાણીની બચત,પર્યાવરણની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે.રાજયપાલએ આ પ્રસંગે પદવીદાન પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને સારા ભવિષ્યની શુભકામના પાઠવી રાષ્ટ્ર અને સમાજનાં કલ્યાણ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલ, કૃષિ યુનિવર્સીટીનાં રજીસ્ટાર ડો, એચ વી પંડીયા, કૃષિ તજજ્ઞો સાથે વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.