ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી કોંગ્રેસે મોંઘવારીના Protest માં કાઢી સાયકલ રેલી - સાયકલ રેલી

મોંઘવારીના વિરોધમાં ( Inflation Protest ) નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારી-વિજલપોર શહેરમાં 10 સ્થળોએથી સૂત્રોચ્ચાર સાથે સાયકલ યાત્રા કાઢી હતી, પરંતુ ઘણી જગ્યાએ પોલીસે કોંગ્રેસીઓની સાયકલમાં પંચર પાડ્યું હતું. જિલ્લા પોલીસે 119થી વધુ કોંગ્રેસીઓને ડિટેન કર્યા હતા. કોંગ્રેસ સૂત્રોચ્ચાર સાથે સાયકલ લઈ જૂનાથાણા ઇન્દિરા ગાંધીના પૂતળાં પાસે પહોંચવાની હતી.

નવસારી કોંગ્રેસે મોંઘવારીના Protest માં કાઢી સાયકલ રેલી
નવસારી કોંગ્રેસે મોંઘવારીના Protest માં કાઢી સાયકલ રેલી

By

Published : Jul 17, 2021, 6:38 PM IST

  • શહેરના 10 સ્થળેથી 100થી વધુ કોંગ્રેસીઓએ કાઢી સાયકલ યાત્રા
  • સાયકલ રેલી નrકળે એ પૂર્વે જ પોલીસે પાડ્યું પંચર
  • નવસારી ટાઉન, ગ્રામ્ય અને વિજલપોર પોલીસે કુલ 119થી વધુ કોંગીઓને કર્યા ડિટેન

નવસારી :નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રભારી પ્રમુખ તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની નિયુક્તિ બાદ આજે નવસારી- વિજલપોર શહેરમાં કોંગ્રેસે લાંબાસમયે એક થઈ મોંઘવારી મુદ્દે વિરોધ ( Inflation Protest ) પ્રદર્શન કર્યું હતું. જેમાં શહેરના અલગ-અલગ 10 સ્થળોએથી કોંગ્રેસીઓએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી ( Navsari Congress Inflation Protest ) કાઢી હતી.

મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી

નિર્ધારિત રુપ પૂર્ણ ન કરી શકી Congress Inflation Protest Cycle Rally

કોંગ્રેસીઓ ( Congress Inflation Protest Cycle Rally ) શહેરના લુન્સીકુઈ, ફુવારા, ગ્રીડ, વિજલપોર, જલાલપોર, ગણેશ-સીસોદ્રા સહિતના સ્થળોએથી સૂત્રોચ્ચાર સાથે સાયકલ લઈને નીકળ્યા હતાં. પરંતુ કોંગ્રેસીઓ થોડા આગળ વધ્યાં ત્યાં જ ટાઉન, ગ્રામ્ય અને વિજલપોર પોલીસે કોંગ્રેસીઓને અટકાવીને ડિટેન કર્યાં હતાં. જેમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ મળી કુલ 119થી વધુ કોંગીઓને ડિટેન કર્યા હતા.

આ પણ વાંચોઃ નવસારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દેખાયો

આ પણ વાંચોઃ નવસારી કોંગ્રેસ સેવા દળના જિલ્લા પ્રમુખ સુરેશ પાંડેને કરાયા સસ્પેન્ડ

ABOUT THE AUTHOR

...view details