ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Congress: માત પછી મનોમંથન, કોંગ્રેસ અગ્રણીઓએ રણનીતિ અંગે કરી મહત્ત્વની ચર્ચા

નવસારીમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ (Navsari Congress) દ્વારા વિધાનસભા ચૂંટણીની હાર પર મનોમંથન કરવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઇને પણ ચર્ચા કરવામાં આવી.

Navsari Congress: કંગાળ હાર પછી મનોમંથન, દક્ષિણ ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિધાનસભા ચૂંટણીની હાર પર મનોમંથન
Navsari Congress: કંગાળ હાર પછી મનોમંથન, દક્ષિણ ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિધાનસભા ચૂંટણીની હાર પર મનોમંથન

By

Published : Feb 4, 2023, 12:36 PM IST

દક્ષિણ ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિધાનસભા ચૂંટણીની હાર પર મનોમંથન

નવસારી:જિલ્લાના ચીખલી સર્કિટ હાઉસ ખાતે દક્ષિણ ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીની હારનું કારણ પર મનોમંથન અને ચોક્કસ રણનીતિ સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.

સૌથી કંગાળ પ્રદર્શન:ગત ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસે પોતાની કાર્યકાળમાં સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. મતદારોને રીઝવવામાં કોંગ્રેસ નિષ્ફળ સાબિત થઈ છે મતદારો પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ ખામી ભાજપને જંગી બહુમતી અપાવી છે. ત્યારે કોંગ્રેસ પોતાની હાર બાદ બાદ તથા અનેક કાર્યકરોને કેવી રીતે મજબૂત કરવા તેને લઈને નવસારી જિલ્લાના ચીખલી સર્કિટ હાઉસ ખાતે દક્ષિણ ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીની હારનું કારણ પર મનોમંથન અને ચોક્કસ રણનીતિ સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો Bharat jodo Yatra concludes: જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનું સમાપન, ઘણા વિરોધ પક્ષોએ અંતર રાખ્યું

અનેક પરીબળોની ચર્ચા:આઝાદી બાદ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી માં કોંગ્રેસનું સૌથી કંગાળ પરીણામ આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી એક વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ જીતી શકી છે. બાકી વર્ષોથી એક હતું શાસન જાળવી રાખ્યું હતું એવી બેઠકો પણ કોંગ્રેસે ગત ચૂંટણીમાં ખોઈ છે. ત્યારે જેનાં મૂલ્યાંકન અને પ્રભાવ પાડનારા અનેક પરીબળોની ચર્ચા સાથે આવનારી લોકસભાની ચૂંટણી માટે આગોતરી તૈયારીના ભાગરૂપે ચીખલી સર્કિટ હાઉસમાં બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો Navsari Crime: જેલની મિત્રતા જેલ સુધી જ રહી, 26 લાખની ચોરીના આરોપીઓને ચોર મિત્રએ જ કરાવ્યા જેલભેગા

સંચાર જોવાયો:જેમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરી અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 50 જેટલા અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ગત વિધાનસભા ચૂંટણી ના અનુભવો, પ્રભાવ પાડનારા પરીબળો, સંગઠન, શિસ્તભંગ સહિતના મૂલ્યાંકન સાથે સાથે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજા સમક્ષ કયા પ્રાણપ્રશ્ન લઈને જવું તે માટે ચોક્કસ રણનીતિ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

રણનીતિ રચાશેઃ સત્તાધારી ભાજપ સામે જીત મેળવવા શુ કરી શકાય તે માટે એકમેક સાથે અભિપ્રાયની આપ લે કરી હતી. ગ્રુપ મીટીંગ બાદ અગ્રણીઓમાં નવા ઉત્સાહનો સંચાર જોવાયો હતો. ખાસ ઉપસ્થિત રહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો લઈ પ્રજા વચ્ચે જવું લોકો ના કયા પ્રાણ પ્રશ્નો છે એને કઈ રીતે ઉજાગર કરવા એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે આ મિટિંગમાં એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

આવનાર દિવસોમાં કોંગ્રેસ ચોક્કસ રણનીતિ સાથે ફરી દક્ષિણ ગુજરાતના મેદાને ઉતરશે.તો બીજી તરફ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ એ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતે લડવું એની રણનીતિઓ તૈયાર કરવામાં આવી છે તો બીજી તરફ કાર્યકરોને કેવી રીતે તૈયાર કરવા અને સંગઠન અને કાર્યકરોને કેવી રીતે મજબૂત કરવા તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.--તુષાર ચૌધરી (ધારાસભ્ય, ખેડબ્રહ્મા)

ABOUT THE AUTHOR

...view details