ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News: કેરીના કાગળ માટે કેશ લેતો પૈસાપ્રેમી ACBના હાથે ઝડપાયો - sarpanch person agree for bribe money

નવસારીમાં આવેલા સાદકપુર ગામના વાંધા પ્રમાણપત્ર લખી આપવા માટે 20,000 રૂપિયાની લાંચ માંગતો એસીબીના છટકામાં ઇન્ચાર્જ સરપંચ સપડાયો હતો. લાંચ ન આપવા ઈચ્છતા કેરીના વેપારીએ એસીબીને જાણ કરી હતી ફરિયાદના આધારે નવસારી acb ની ટીમે છટકું ગોઠવ્યું હતું.

એસીબીના છટકામાં ઇન્ચાર્જ સરપંચ સપડાયો
એસીબીના છટકામાં ઇન્ચાર્જ સરપંચ સપડાયો

By

Published : Apr 5, 2023, 9:31 AM IST

Updated : Apr 5, 2023, 9:55 AM IST

એસીબીના છટકામાં ઇન્ચાર્જ સરપંચ સપડાયો

નવસારી:ભાજપ સરકારમાં ખુણે ખુણે જાણે લોકો લાંચ લઇ રહ્યા હોય તેવું જોઇ શકાય છે. હવે આ ગરીબીનું પ્રમાણ વધ્યું છે કે મોંઘવારી વધી છે કે પછી રાજકારણના લોકોને મોં ખુલ્લું રાખવાની ટેવ પડી ગઇ છે. હવે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હા, આજના સમયમાં ખેતી સાથે જોડાયેલા તમામ લોકો કોઇને કોઇ રીતે કચડાઇ જાઇ છે. જેના કારણે ખેડૂતો નિરાશ થયા છે.

કેરીના નામે કેશઃ ખેતીમાંથી પણ હવે લાંચ લેવાતી હોય તો હવે કઇ વિચારવા જેવું રહ્યું નથી. નવસારીમાં આવેલા સાદકપુર ગામના ઇન્ચાર્જ સરપંચ અને તેના મળતીયાએ ગામમાં કેરીનો વેપાર શરૂ કરવા માટે જગ્યા ભાડે લઈ વેપાર શરૂ કરવા માંગતા વેપારી પાસે વાંધા પ્રમાણપત્ર લખી આપવા માટે 20,000 રૂપિયાની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

રંગે હાથ ઝડપ્યા:ચીખલી તાલુકાના સાદકપુર ગામના ઇન્ચાર્જ સરપંચ અને તેના મળતીયાએ ગામમાં કેરીનો વેપાર શરૂ કરવા માટે જગ્યા ભાડે લઈ વેપાર શરૂ કરવા માંગતા હતા. વેપારી પાસે વાંધા પ્રમાણપત્ર લખી આપવા માટે 20,000 રૂપિયાની લાંચ માંગી હતી. જે બાદ લાંચ ન આપવા ઈચ્છતા કેરીના વેપારીએ એસીબીને જાણ કરી હતીની ફરિયાદના આધારે નવસારીની ટીમે છટકું ગોઠવ્યું હતું. ઇન્ચાર્જ સરપંચ સંજય પટેલ અને તેનો મળતી છોટુ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપ્યા હતા.

આ પણ વાંચો Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે થયું મંજુર

રકમ સ્વીકારતા ઝડપી લીધો:રકમ હેતું નક્કી કરેલા સોદા પૈકી 15000 એનઓસી મળે ત્યારબાદ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ લાંચની રકમના આપવા ઈચ્છતા આ વેપારીએ ACB ને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેથી બાકીના ₹15,000 આપવા માટે એસીપી દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. નવસારી એસીબીની ટીમે ચીખલી ખેરગામ રોડ પર ગોલવાડના ટેકરા ફળિયા સ્થિત જલ ઓઇલ સેન્ટર નામની દુકાનમાં વચેતીયા છોટુભાઈને લાંચની 15000 ની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. આમ છોટુભાઈ સાથે હેતુલક્ષી વાતચીત કરતા એસીબીએ ઇન્ચાર્જ સરપંચ સંજય પટેલ તથા છોટુભાઈ પટેલ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Navsari News : કથાનું રસપાન કરીને ચા-ભજીયાનો આનંદ લેતા સંઘવી

કેરીના વેપાર:હાલ નવસારી જિલ્લામાં કેરીની સીઝનની શરૂઆત થતા ઘણા ખરા વેપારીઓ કેરીના વેપાર સાથે જોડાયેલા હોય છે. અલગ અલગ વિસ્તારોમાં કેરીની સીઝન દરમિયાન જગા ભાડે રાખીને કેરીનો વેપાર કરતા હોય છે. ચીખલી તાલુકાના સાદકપુર ગામમાં કેરીના વ્યવસાય અર્થે કેરીના વેપારીને જમીન ભાડે રાખવાની હોય અને એ જમીન માટે એનઓસી ની જરૂરિયાત હોય તેથી વ્યાપારીએ સાદકોના છોટુભાઈ પટેલના માધ્યમથી સાદકપુરના ઇન્ચાર્જ સરપંચ સંજયભાઈ પટેલ સાથે વાતચીત કરાવી હતી. જેમાં વચેટીયા છોટુભાઈએ એનઓસી મેળવવા માટે રૂપિયા 10,000 પોતાના અને રૂપિયા 10,000 સરપંચના મળી 20,000 રૂપિયાનો વ્યવહાર થશે તેવી વાત કરી હતી. જેથી વ્યાપારીએ 5000 રૂપિયા વચેટીયા છોટુભાઈ ને આપ્યા હતા.

Last Updated : Apr 5, 2023, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details