નવસારી: નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામની અને સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પ્રિયંકા પ્રવીણ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે નવસારીની કોવીડ-19 હોસ્પિટલ યશફીનમાં દાખલ કરાઈ હતી. જ્યાં અઠવાડીયા બાદ બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ત્રીજો ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતામાં મૂકાયું હતું. તેને પણ અઠવાડિયું પૂર્ણ થતા ફરી પ્રિયંકાનો ચોથો અને પાંચમો બંને કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા કોરોના યોદ્ધા પ્રિયંકાને યશફીન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહિત સ્ટાફે તેને તાલીઓના ગડગડાટ સાથે ઉત્સાહભેર વધાવી હતી.
નવસારી જિલ્લાની ચોથી યોદ્ધા પ્રિયંકા પટેલે કોરોનાને હરાવ્યો - covid 19 updates of gujarat
નવસારીમાં એક પછી એક કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા એમને રજા મળી રહી છે. જે રીતે કોરોના તરત વધ્યો હતો, એમ ઘટી પણ રહ્યો છે. નવસારીના આંતલિયા ગામની પ્રિયંકા પટેલ આવી જ એક ચોથી કોરોના યોદ્ધા છે જેનો પાંચમો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેને તાળીઓના નાદ સાથે હોસ્પિટલ સ્ટાફે ઉત્સાહભેર વધાવી લીધી હતી.
નવસારીની ચોથી યોદ્ધા પ્રિયંકા પટેલે કોરોનાને હરાવ્યો
ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ગત ૨૧ એપ્રિલ બાદ નવ દિવસમાં જ કોરોનાના ૭ પોઝીટીવ દર્દીઓ મળ્યા હતા, જેમાંથી પખવાડિયામાં જ 4 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને કોવીડ – ૧૯ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે નવસારીમાં કોરોનાના એક્ટીવ 3 જ દર્દીઓ રહેતા તંત્રને રાહત મળી છે.