ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : છ વર્ષના ગાળા બાદ ધારાસભ્ય સહિતના લોકોને માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો કોર્ટે - MLA Anant Patel case

PM મોદીના ફોટો ફાડવાના મામલે ચાર લોકો સામે 2017માં નવસારીમાં ફરિયાદ નોંધાઈ હતી. જે છ વર્ષના લાંબા ગાળા બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં ધારાસભ્ય સહિત ચાર લોકોને IPC 447માં દોષી ઠેરવી માત્ર 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Navsari News : છ વર્ષના ગાળા બાદ ધારાસભ્ય સહિતના લોકોને માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો કોર્ટે
Navsari News : છ વર્ષના ગાળા બાદ ધારાસભ્ય સહિતના લોકોને માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો કોર્ટે

By

Published : Mar 28, 2023, 10:03 AM IST

નવસારી સેશન્સ કોર્ટ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ સહિત અન્ય ચાર લોકોને દોષી જાહેર કર્યા

નવસારી : ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના મામલે 2017ની સાલમાં કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હડતાળ દરમિયાન યુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓ જબરજસ્તી કુલપતિની ચેમ્બરમાં ઘૂસ્યા હતા. તેને લઈને ચાર લોકો સામે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નવસારી સેશન કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં વાસતાના ધારાસભ્ય અનંત પટેલ સહિત ચાર લોકો સામે IPC 447માં દોષી ઠેરવી સાદી કેદની સજા ન કરતા માત્ર 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો :2017માં કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓને વન વિભાગમાં પ્લેસમેન્ટ ના મળતા તેઓ હડતાલ પર ઉતર્યા હતા. આથી તેઓના સમર્થનમાં વાંસદના ધારાસભ્ય અનંત પટેલ અને યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચી વિદ્યાર્થીઓ સાથે રહી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ટોળું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. ઓફિસમાં રાખેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ ફાડી નાખ્યો હતો. તેથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા પોતાની ચેમ્બરમાં પરવાનગી વગર ઘુસી હોબાળો કરતા ચાર કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ જલાલપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા

સાદી કેદની સજા ન કરી માત્ર દંડ :જેમાં કોંગ્રેસી કાર્યકરોમાં પિયુષ ધિમ્મર, અનંત પટેલ (ધારાસભ્ય વાંસદા) પાર્થિવ રાજ સિંહ અને યશ દેસાઈ આ તમામ વિરુદ્ધ છ વર્ષના લાંબા ગાળા બાદ નવસારી સેશન્સ કોટે ચુકાદો આપ્યો હતો. જેમાં ત્રણ મહિના સુધીની સજાની પનિશમેન્ટ સાથે 500 રૂપિયાનો દંડની જોગવાઈ છે, પરંતુ જેમાં નામદાર કોર્ટે ચારે કોંગ્રેસી કાર્યકર્તાઓ સહિત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને IPC 447માં દોષી ઠેરાવી સાદી કેદની સજા ન કરી માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કૃષિ યુનિવર્સિટીમાં હોબાળાનો કેસ

આ પણ વાંચો :Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

વકીલનું નિવેદન :સમગ્ર મામલે સરકારી વકીલ જીતેન્દ્ર યાદવ જણાવ્યું હતું કે, વર્ષ 2017ની સાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હડતાલ ચાલતી હતી. તે સંદર્ભમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસમાં ઘૂસી ગયા હતા. ટેબલ પર પડેલા વડાપ્રધાનનો ફોટો પણ ફાડી નાખ્યો હતો. જે બાબતે કુલપતિએ IPCની કલમ 143, 353, 427 અને 447 મુજબની ફરિયાદ થઈ હતી. ફરિયાદના કામે કેસ ચાલી જતા ચાર આરોપીઓને નામદાર કોઠે દોષી ઠેરવ્યા છે. જેમાં વાંસદનાના ધારાસભ્ય અનંત પટેલ સહિત ચાર કોંગ્રેસ કાર્યકર્તાઓને IPC 447માં દોષી ઠેરવી સાદી કેદની સજા ન કરી માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details