નવસારીઃ ગણદેવી ગામેથી મહારાષ્ટ્રના શીરડી મંદિર સુધી સાંઈ પાલખી યાત્રાનું ભક્તોએ આયોજન કર્યુ હતું. આ પાલખી યાત્રા રહેજ ગામેથી નીકળી ફરીથી ગણદેવી તરફ જઈ રહી હતી. આ સમયે અંધારાને લીધે એક બાઈકે પાલખી યાત્રાને ટક્કર મારી હતી. અકસ્માતમાં કુલ 11 ભક્તોને ઈજા પહોંચી છે. ટક્કર મારનાર બાઈક સવાર પણ ઘાયલ થયો હતો. ઘાયલોને સારવાર અર્થે બીલીમોરા અને નવસારીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Navsari Accident News: ગણદેવી ખાતે સાંઈ પાલખી યાત્રાને નડ્યો અકસ્માત, 11 લોકો ઘાયલ થયા - નવસારી સિવિલ હોસ્પિટલ
ગણદેવીના રહેજ ગામે સાંઈ પાલખી યાત્રાને નડ્યો ગંભીર અકસ્માત. આ અકસ્માતમાં 11 જણા ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ધારાસભ્ય પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વાંચો આ ગમખ્વાર અકસ્માત વિશે વિસ્તારપૂર્વક
Published : Nov 15, 2023, 4:34 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ ગણદેવી ગામેથી મહારાષ્ટ્રના શીરડી મંદિર સુધી એક સાંઈ પાલખી યાત્રા યોજાઈ હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા. રહેજ ગામથી ગણદેવી ગામે પરત ફરી રહેલ પાલખી યાત્રાને ખારેલથી આવતા બાઈક સવારે ટક્કર મારી હતી. રાત્રે અંધારાને લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં 11 ભક્તો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જનાર બાઈક સવાર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ ઘાયલોને રુબરુ મળી ખબર અંતર પુછ્યા હતા. ધારાસભ્યએ તબીબી સ્ટાફને સઘન સારવારના નિર્દેશ પણ આપ્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક સવારની સ્થિતિ પણ ગંભીરઃ ગણદેવી પોલીસના તપાસ અધિકારી જણાવે છે કે સાંજે સાડા સાત કલાકની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખારેલથી ગણદેવી તરફ આવતા બાઈક સવારને અંધારાને લીધે કંઈ દેખાયું નહીં અને પાલખી યાત્રા સાથે ટકરાયો હતો. આ અકસ્માતમાં 11 જણા ઘાયલ થયા છે. જેમની સારવાર બીલીમોરા અને નવસારી હોસ્પિટલમાં ચાલી રહી છે. બાઈક સવાર પણ ગભીર રીતે દાખલ થતા તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.