નવસારી: ગણદેવી તાલુકાના ધકવાડા ગામે આહીર વાસમાં રહેતા બાબુભાઈ સોમાભાઈ આહીરના ઘરના રસોડામાંથી ઉનાળાના આકરા તાપમાં ઉકળાટને કારણે અત્યંત ઝેરીલો કોબ્રા સાપ, ફેણીયો નાગ નીકળ્યો હતો.
બીલીમોરાના ધકવાડામાં ઝેરીલા નાગનું રેસ્ક્યૂ કરાયું - Navsari
ઉનાળો જામ્યો છે અને થોડા દિવસોમાં સરીસૃપો પણ ગરમીને કારણે તકલીફમાં આવતા ધરતી પર વિચરી રહ્યાં છે. ગામડાઓમાં ખેતરો હોવાથી સાપો દેખાવાની ઘટનો વધી રહી છે. જેમાં ગણદેવી તાલુકાના ધકવાડા ગામે હાલમાં પડી રહેલા આકરા તાપ અને અસહ્ય ઉકળાટને કારણે આહીર પરિવારના ઘરના રસોડામાંથી ઝેરીલો કોબ્રા સાપ પકડાયો હતો.
નવસારી: બીલીમોરાના ધકવાડા ગામે ઘરમાંથી ઝેરીલા નાગનું રેસ્ક્યુ કરાયું
જેને કારણે આહીર પરિવારમાં હફરાતફરીનો માહોલ ફેલાયો હતો. જોકે, તાત્કાલિક નવસારી વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના હિમલ મેહતાને જાણ કરતા તેમણે સંસ્થાના સચીન માંગને ઘટના સ્થળે મોકલ્યો હતો. જેણે ભારે જહેમત બાદ કોબ્રા પ્રજાતિના 5 ફૂટ લાંબા ઝેરીલા નાગને ઝડપી બચાવી લીધો હતો. તે કોબ્રા સાપને ગણદેવી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.