ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના કુંભાર સમાજ આજે પણ મનાવે છે પારંપરિક દોરી રાસથી નવરાત્રી - NAVASARI DORI RAS

દોરી રાસ એ શ્રી કૃષ્ણ એ આપેલ અનમોલ દેન છે. વૃન્દાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરી રાસના માધ્યમથી એકાકાર થઇ જતા હતા. જે દોરી રાસ દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના ગણદેવીમાં બાપ દાદાઓ થી પ્રજાપતિ કુંભાર સમાજ રમી રહ્યા છે.(NAVASARI DORI RAS) લુપ્ત થવાના આરે આવેલો આ દોરી રાસ ને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે.

નવસારીના કુંભાર સમાજ આજે પણ મનાવે છે પારંપરિક દોરી રાસથી નવરાત્રી
નવસારીના કુંભાર સમાજ આજે પણ મનાવે છે પારંપરિક દોરી રાસથી નવરાત્રી

By

Published : Oct 3, 2022, 10:15 PM IST

નવસારી:ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એમાંથી અમુક આયોજનો એક આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે. એવી જ એક આકર્ષણનું કેન્દ્ર નવસારી જિલ્લાના ગણદેવી નગરનો દોરી રાસ બન્યું છે. દોરી રાસ પ્રાચીન પદ્ધતિ રમતો રાસ છે.(NAVASARI DORI RAS) જેને સામાન્ય વ્યકિત આ દોરી રાસ રમી શકતો નથી. આ દોરી રાસ માં ચોક્કસ તાલીમ પામેલા લોકોજ રંગત ઉઠાવી શકતા હોય છે. દોરી રાસ રમવા માટે બે જોડીઓ બનાવવામાં આવે છે. જે આગળ પાછળ ગોળ ફરી રાસ રમે છે અને દોરી ગૂંચવાતી અને છૂટતી જાય છે.

નવસારીના કુંભાર સમાજ આજે પણ મનાવે છે પારંપરિક દોરી રાસથી નવરાત્રી

શ્રી કૃષ્ણ એ આપેલ અનમોલ દેનઃબુદ્ધિ ક્ષમતા ના રાસ હોવાથી તાલીમ પામેલા લોકો જ દોરી રાસની મજા ઉઠાવી શકતા હોય છે. અન્ય કોઈ દોરી રાસ ની રમત રમે તો દોરીની ગુચમાં ગુંચવાઈ જાય છે. આવી પ્રાચીન પરંપરા કુંભાર (પ્રજાપતિ) સમાજે જાળવી ને દોરી રાસની મજા લુટી રહ્યા છે.(NAVASARI KUBHAR SAMAJ) દોરી રાસ એ શ્રી કૃષ્ણ એ આપેલ અનમોલ દેન છે. વૃન્દાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરી રાસના માધ્યમથી એકાકાર થઇ જતા હતા. જે દોરી રાસ દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના ગણદેવીમાં બાપ દાદાઓ થી પ્રજાપતિ કુંભાર સમાજ રમી રહ્યા છે. લુપ્ત થવાના આરે આવેલો આ દોરી રાસ ને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે.

કળા આવનારી પેઢી માટેઃ બાપદાદા થી ચાલતી આવેલી આ પરંપરા હજી સુધી એક પણ વાર તૂટી નથી. બાપદાદા પાસે મળેલી આ કળાને આજના યુવાનો એની આવનારી પેઢી ને આપી રહ્યા છે. જેથી કરીને આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે.

ABOUT THE AUTHOR

...view details