ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત જોડો યાત્રાથી કૉંગ્રેસ દેશને જોડવા નહીં પણ તોડવા નીકળી છેઃ જે. પી. નડ્ડા - Congress Bharat Jodo Yatra

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે (national president of bjp JP Nadda Campaigning) નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના ઉમેદવાર રાકેશ દેેસાઈના (Navsari BJP Candidate Rakesh Desai) સમર્થનમાં પ્રચાર કર્યો હતો. સાથે જ તેમણે વિપક્ષને આડેહાથ લીધા હતા.

ભારત જોડો યાત્રાથી કૉંગ્રેસ ભારતને જોડવા નહીં પણ તોડવા નીકળી છેઃ જે. પી. નડ્ડા
ભારત જોડો યાત્રાથી કૉંગ્રેસ ભારતને જોડવા નહીં પણ તોડવા નીકળી છેઃ જે. પી. નડ્ડા

By

Published : Nov 19, 2022, 9:10 AM IST

Updated : Nov 19, 2022, 9:51 AM IST

નવસારીરાજ્યમાં ભાજપે ચૂંટણી (Gujarat Election 2022) પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે આ વખતે ફરી ભાજપે રાષ્ટ્રીય નેતાઓની ફોજ ગુજરાત પ્રચાર માટે મેદાને ઉતારી છે. તે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે નવસારી (national president of bjp JP Nadda Campaigning) પહોંચ્યા હતા. અહીં તેમણે નવસારી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ (Navsari BJP Candidate Rakesh Desai) માટે પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કૉંગ્રેસ પર આકરા પ્રહાર

રાકેશ દેસાઈ મેદાને ભાજપે આ વખતે ચૂંટણીમાં (Gujarat Election 2022) 150 પ્લસનો ટાર્ગેટ લઈને ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે આ વખતે નવસારીમાં ભાજપે પીઢ કાર્યકર્તા રાકેશ દેસાઈને (Navsari BJP Candidate Rakesh Desai) ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તેમનું સમર્થન (national president of bjp JP Nadda Campaigning)કરવા અહીં પહોંચ્યા હતા.

કૉંગ્રેસ પર આકરા પ્રહાર આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે (national president of bjp JP Nadda Campaigning) ભારત સરકાર દ્વારા 8 વર્ષોમાં લાગુ કરેલી યોજનાઓના પરિણામો ગણાવ્યા હતા. સાથે જ કૉંગ્રેસની ભારત જોડો યાત્રા (Congress Bharat Jodo Yatra) અંગે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ભારતને જોડવાની નહીં પણ તોડવાની વાત કરે છે. સાથે જ તેમણે અન્ય રાજકીય પક્ષો પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવાના દ્રષ્ટાંતો આપી જમાનત જપ્ત થઈ જવાની વાત કરી હતી.

Last Updated : Nov 19, 2022, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details