નવસારી: રાશનની દુકાનોમાં થતી કાળાબજારીને રોકવા હવે રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગ (Department of Food and Supplies) દ્વારા ડિજિટલ માધ્યમથી કાળા બજારી રોકવાનો પ્રયાસ (Black marketing ) કરવામાં આવ્યો છે. આજે શનિવારના મુખ્યપ્રધાનએમોબાઇલ એપલોન્ચ કરી છે, જેની માહિતી શનિવારના રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ (National Consumer Protection Day) અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અન્ન અને પુરવઠા પ્રધાનએ આપી હતી. ગ્રાહકોને તોલમાપ અંગેની માહિતી આપવા પ્રદર્શન યોજયું હતું.
શનિવારના 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા' દિવસની કરવામાં આવી
નવસારીના બી.આર.ફાર્મમાં આજે શનિવારના 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા' દિવસની રાજ્યકક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કક્ષાના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ (Food and Supplies Minister Naresh Patel) અને તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વેપારીઓ ગ્રાહકોને કેવી રીતે છેતરે છે, તે દર્શાવતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે એ વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને મોબાઈલ એપમાં જોડાશે