નવસારી : નવસારીના દરિયામાં ફસાયેલા પોતાના ભાઈને બચાવવાના પ્રયાસમાં લખનદેવી પૂજકે ગણપતિ બાપાની મૂર્તિની મદદથી 36 કલાક સુધી દરિયામાં રહ્યો હતો. ત્યારબાદ નવસારીના સ્થાનિક માછીમારોએ તેને બચાવી ધોલાઈ બંદરમાં લઇ આવ્યાં હતાં અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હવે તેને રજા મળતાં હવે ઘેર પહોંચી ગયો છે. તબીબી ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ વધુ તપાસ માટે નવસારીની નિરાલી હોસ્પિટલમાં બે દિવસ તબીબોની ટીમના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં બે દિવસ બાદ પોતાના ઘરે જઈ રહેલા લખન દેવીપૂજક સાથે ખાસ વાતચીત કરી હતી.
ગણેશ વિસર્જન દરમિયાન બની ઘટના : 29 સપ્ટેમ્બરના રોજ ડુમસના દરિયાકિનારે 18 નોટિકલ માઈલ (22 કિલોમીટર) દૂર ડુમસના દરિયા કિનારે ફસાયેલા 14 વર્ષીય લખન દેવીપૂજક ગણપતિ બાપા મોતને હાથતાળી આપી હતી.. તે 36 કલાક સુધી દરિયામાં સંઘર્ષ કરીને ગણપતિ બાપાની તુટેલી મૂર્તિના ફ્રેમિંગ બોર્ડ પર) નવસારી નજીકના તણાઈ પહોંચ્યો હતો. નવસારીના મધદરિયામાં માછીમારી કરવા ગયેલા ભાટ ગામના સ્થાનિક માછીમારોએ એક બાળક તૂટેલી મૂર્તિની મદદથી તરતું નજરે પડ્યું ત્યારે રાહતની વાત સામે આવી હતી.
રેસ્ક્યૂની જહેમત : માછીમારો દ્વારા ફિશિંગ બોટ દ્વારા તરત જ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો અને તેની જ બોટમાં સુરક્ષિત રીતે ધોલાઈ બંદરે લાવવામાં આવ્યો હતો. અહીં બાળકના સમાચાર સાંભળીને જિલ્લા પોલીસ અને તબીબી ટીમ પહેલેથી જ સક્રિય થઈ ગઈ હતી. બાળકને ICU એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે નિરાલી હોસ્પિટલ નવસારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં લખન દેવીપૂજકને બે દિવસ સુધી તબીબોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને સતત દેખરેખ રાખવામાં આવી હતી.