નવસારી: ભારતમાં કોરોનાની મહામારી સામેની જંગમાં ભારત સરકારે જાહેર કરેલા લોકડાઉનને આજે મહિનો પૂરો થયો છે. જેમાં દેશના સૌથી મોટા પક્ષ ભાજપના પાયાના કાર્યકરો, જેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. જેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખબર-અંતર પૂછવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે રાતે 10 વાગ્યે નવસારીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ પ્રધાન મંગુભાઇ પટેલને ફોન કરી તેમના અને તેમના પરિવારજનોની તબિયતના સમાચાર પૂછયા હતા. સાથે જ નવસારીના ભાજપી કાર્યકરોના પણ ખબર-અંતર પૂછયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું ભાણિયો કેમ છે, ભાવવિભોર થયા પૂર્વ પ્રધાન મંગુભાઇ પટેલ - નવસારીના પૂર્વ ધારાસભ્ય
કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરિવારના મુખીયાની જેમ ગુજરાતના જૂના અને પાયાના કાર્યકરોને ફોન કરી, તેમની ખબર-અંતર પૂછવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે રાત્રે નવસારીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન મંગુભાઇ પટેલને પણ ફોન કરી તેમની અને પરિવારની પૃચ્છા કરી હતી.
વડાપ્રધાન
જેમાં 16 વર્ષ અગાઉ મંગુભાઇના દોહિત્ર વત્સલની મુંબઈમાં, જ્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કાર્યરત હતા. ત્યારે એમની મદદથી સારવાર કરાવી હતી. જેને પણ ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાણિયો કેમ છે, એ પૂછતાં જ મંગુભાઇ ભાવવિભોર થયા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદી દૈવી શક્તિથી કાર્યરત હોય અને આદિવાસી પરિવારની દરકાર કરી, આટલા વ્યસ્તતાના સમયમાં પણ ધ્યાન આપ્યુ, જેને લઈને મંગુભાઇએ તેમના દીર્ઘાયુની ભગવાન સમક્ષ પ્રાર્થના પણ કરી હતી.