ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લાકક્ષાનો “નમામિ દેવી નર્મદે મહોત્સવ” ચીખલીમાં યોજાયો - ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ

નવસારી: જિલ્લાકક્ષાનો “નમામિ દેવી નર્મદે મહોત્સવ” કાવેરી રીવરફ્રન્ટ નવસારીના ચીખલીમાં આદિજાતિ વિકાસપ્રધાન ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. રાજયના મુખ્યપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન સરદાર સરોવર ડેમની પૂર્ણ સપાટી 138.67 મીટર સુધી પહોંચી છે. આ પ્રસંગને ઉત્સવરૂપે ઉજવવાના ભાગરૂપે નવસારી જિલ્લાકક્ષાનો “નમામિ દેવી નર્મદે મહોત્સવ” ચીખલીના મલ્હારેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા કાવેરી રીવરફ્રન્ટ ખાતે યોજાયો હતો.

navsari

By

Published : Sep 17, 2019, 6:04 PM IST

સરદાર સરોવર ડેમમાં પૂર્ણ સપાટી સુધી જળ સંગ્રહનો હર્ષ વ્યક્ત કરવા રાજ્ય વ્યાપી 'નમામી દેવી નર્મદે ઉત્સવ' સાથે નવસારી જિલ્લાના ચીખલી રીવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા વિષયક ડોક્યુમેન્ટરી બતાવવી નર્મદા સ્તુતિનું ગાન ગુજાવી નર્મદા માતાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરીને આરતી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાકક્ષાનો “નમામિ દેવી નર્મદે મહોત્સવ” ચીખલીમાં યોજાયો
આ પ્રસંગને રાજયના આદિજાતિ વિકાસપ્રધાન ગણપતસિંહ વસાવાએ વધાવી ખુશી વ્યક્ત કરી હતી. આ તકે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઇ, વાંસદા ધારાસભ્ય અનંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details