ગુજરાત

gujarat

ETV Bharat / state

બીલીમોરામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, આંતલિયાના યુવાનની હત્યા - નવસારી જિલ્લામાં હત્યાની ઘટના

બીલીમોરાની તીસરી ગલીના નાકે સોમવારે સાંજે જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. ગલીના આમીન શેખ અને તેની ટોળકીએ જાહેર માર્ગ પર આંતલિયાના યુવાન પર પ્રાણઘાતક હુમલો કરતા નાસભાગ મચી હતી. હુમલા બાદ હુમલાવરો ઘટના સ્થળેથી રફુચક્કર થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

Murder of a young man
બીલીમોરામાં યુવાનની હત્યા

By

Published : Mar 11, 2021, 12:54 PM IST

  • બીલીમોરાની તીસરી ગલીના નાકે યુવાન પર હુમલો
  • દોઢ વર્ષ સુધી બન્ને પક્ષોમાં શાંતિ રહ્યા બાદ યુવકના સાથીએ જ કરાવ્યો હુમલો
  • ઘટના બાદ બીલીમોરા અને આંતલિયામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નવસારી : જિલ્લાના બીલીમોરાની તીસરી ગલીના નાકે સોમવારે સાંજે જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. ગલીના આમીન શેખ અને તેની ટોળકીએ જાહેર માર્ગ પર આંતલિયાના યુવાન પર પ્રાણઘાતક હુમલો કરતા નાસભાગ મચી હતી. હુમલા બાદ હુમલાવરો ઘટના સ્થળેથી રફુચક્કર થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મૃતક યુવાન સાથે ફરનારો તેનો સાથી જ વિભીષણ હોવાનું ખૂલ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા બીલીમોરા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ બીલીમોરા દોડી ગયા હતા. જ્યારે સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

મૃતક યુવાન

સુરતમાં ગેંગવોર, ત્રણ સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગથી યુવકની કરી હત્યા

  • તીસરી ગલીના કુખ્યાત આમીન શેખ અને તેની ટોળકીએ બદલો વાળ્યો

દેશના મહાનગરોમાં ગેંગવોર સામાન્ય ઘટના બની ગઇ છે. પરંતુ નવસારીના બીલીમોરાની તીસરી ગલીમાં અસામાજિક તત્વોની ગેંગ વર્ષોથી સક્રિય છે અને પોતાની ધાક જમાવવા મારામારી સહિતના ગુનાઓને આચરે છે. જેમાં દોઢ વર્ષ અગાઉ તીસરી ગલીના આમીન શેખ અને આંતલિયાના નિમેષ પટેલ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા મારામારી સુધી વાત પહોંચી હતી. જેની અદાવત રાખી આમીન અને તેની ટોળકી નિમેશને ટારગેટ કરીને બેઠા હતા. જેમાં નિમેષ પટેલ સાથે રહેતો મનોજ ઉર્ફે પદો પાટીલ વિભીષણ બની આમીન સાથે મળી ગયો હતો. જેમણે સોમવારે સાંજે નિમેષને ફોન કરીને તીસરી ગલીના નાકે મુખ્ય રસ્તા પાસે બોલાવ્યો હતો. મનોજ પર વિશ્વાસ હોવાથી નિમેષ ત્યાં પહોંચ્યો હતો અને પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા આમીન શેખ સહિત ટોળકીના 13 લોકો ચપ્પુ, લાકડા વગેરે હથિયારો સાથે નિમેષ પર તૂટી પડ્યા હતા. જેમાં નિમેષ ગંભીર રીતે ઘવાયો હતો. હુમલા બાદ આમીન, મનોજ સહિતના હુમલાવરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા બીલીમોરા પોલીસ તેમજ નિમેષના પરિજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નિમેષને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આમીન અને તેની ટોળકીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બીલીમોરામાં યુવાનની હત્યા

સુરતમાં સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે ગેંગવોર, પોલીસે તપાસ હાથ ધરી

  • હત્યાના પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

બીલીમોરામાં હત્યાની ઘટના બાદ સ્થિતિને કાબૂમાં રાખવા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે કોંબિંગ પણ કર્યું હતું અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

  • ગેંગવોર થાય તેવી સંભાવના

બીલીમોરામાં તીસરી ગલીના અસામાજિક તત્વો વિરુદ્ધ મારમારી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આવા અસામાજિક તત્વોને જિલ્લા પોલીસ બરાબર પાઠ ભણાવે એ જરૂરી બન્યું છે, સાથે જ યુવાનની હત્યા બાદ ગેંગવોર સર્જાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details