ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder case in Navsari: નવસારીના ગણદેવા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો - Murder case in Navsari

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં દલાલીનું કામ કરતા દલાલની હત્યા(Murder case in Navsari)કરી દેવામાં આવી હતી. ગણદેવા ગામના બે લોકોએ તેમની પત્ની સાથે મુંબઈ વડોદરા એક્સપ્રેસ (Mumbai Vadodara Express Way )વેમાં વધુ વળતર મુદ્દે થયેલ બોલાચાલીમાં દાલલની હત્યા કરી હતી. પોલીસે આ મામલે સમગ્ર તપાસ કરી બન્ને આરોપીને ઝડપી લીધા છે.

Murder case in Navsari: નવસારીના ગણદેવા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
Murder case in Navsari: નવસારીના ગણદેવા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

By

Published : Apr 4, 2022, 1:09 PM IST

નવસારી :મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેમાં વધુ વળતર મળશેની વાત સાથે ગણદેવાના અસરગ્રસ્તોની ચઢામણી કરતા ગામના દલાલ દિલીપ રાઠોડની બે અસરગ્રસ્તોની પત્નીઓ સાથે વળતર મુદ્દે થયેલી માથાકૂટ બાદ તેમના પતિઓએ 15 દિવસ પહેલા ધારદાર હથિયારથી દિલીપને રહેંસી નાખ્યો હતો. જેમને નવસારી LCB અને(Navsari LCB ) ગણદેવી પોલીસે સંયુક્ત રીતે પકડી પાડી (Navsari Gandevi Police )હત્યાનો ગુનોઉકેલી નાખ્યો છે.

હત્યાનો ભેદ ઉકેલાયો

નવસારી એલસીબી પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ -ગણદેવી તાલુકાના ગણદેવા ગામે (Murder case in Navsari)રહેતો દિલીપ રાઠોડ જમીન દલાલીનું કામ કરતો હતો. હાલમાં મુંબઈ એક્સપ્રેસ વેમાં વળતરના નાણાં મળી રહ્યા છે. જેમાં ગામના જ 50 થી વધુ અસરગ્રસ્તોને વધુ વળતર મળશેની લાલચ આપી તેમની પાસે સરકારમાં વાંધા અરજીઓ કરાવવાના પ્રયાસો કરી રહ્યો હતો. જેમાં ગત 21 માર્ચની રાતે દિલીપ ગામના ધનસુખ પટેલ અને શંકર પટેલના ઘરે ગયો હતો. જ્યાંથી મોડી રાતે પોતાની બુલેટ પર ઘરે ફરી રહ્યો હતો, ત્યારે દિલીપ ઉપર ધારદાર હથિયારો વડે હુમલો કરી તેને રહેંસી નાખ્યો હતો.

આ પણ વાંચોઃચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ

દલાલ ગામના 50 થી 60 લોકો સાથે સંપર્કમાં હતો -આ ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો હતો. જોકે દિલીપને કોણે માર્યો હશે એની કડી મેળવવા પોલીસને મુશ્કેલી થઈ હતી. પરંતુ જમીન દલાલી સાથે સંકળાયેલો હોવાથી અને એક્સપ્રેસ વેમાં ગામના 50 થી 60 લોકો સાથે સંપર્ક હોવાનું જાણતા પોલીસે તમામની પૂછપરછ કરી હતી. જેમાં ગણદેવાના શરદચંદ્ર પટેલ અને મુકેશ પટેલની વાત પર પોલીસને શંકા જતા બંનેને ઉઠાવ્યા હતા. પોલીસે શરદચંદ્ર અને મુકેશની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને દિલીપ રાઠોડની કુહાડી અને કોયતાના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

વળતર મુદ્દે કરેલા અભદ્ર વર્તનને કારણે દિલીપનું કાસળ કાઢી નાખ્યું -દિલીપ રાઠોડની દોઢ મહિના અગાઉ ગામના લગ્ન પ્રસંગમાં શરદચંદ્ર અને મુકેશની પત્નીઓ સાથે જમીનના વળતર મુદ્દે માથાકૂટ થઇ હતી. જેમાં દિલીપે બન્ને મહિલાઓ સાથે એલફેલ વાતો કરતા શરદની પત્નીએ તેને તમાચો પણ જડી દીધો હતો. જેથી શરદચંદ્ર અને મુકેશે તેમની પત્નીઓ સાથે અભદ્ર વહેવાર કરનાર દિલીપ રાઠોડનુ કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો અને તક મળતા જ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે હજુ પણ બે શકમંદ આરોપી પોલીસની રડાર પર છે. સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસે તપાસને આગળ વધારી છે.

આ પણ વાંચોઃનવસારીમાં પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીને દાદાગીરી ભારે પડી, મહિલાઓએ ઢોર માર મારતા થયું મોત

ABOUT THE AUTHOR

...view details