પાલિકાના હોલમા સામાન્ય સભા દરમિયાન પ્રમુખને ઉપપ્રમુખે લાફો મારી દીધો હતો. જે બદલ પાલિકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમા ધમકી અને મારામારીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. ઉપપ્રમુખે પણ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ તેમનું મન ફરી જતા ફરિયાદ નોંધવી ન હતી.
નવસારી પાલિકાની સામાન્ય સભામાં લાફાબાજી, પ્રમુખને ઉપપ્રમુખે મારતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી - fighting in vijalpol municipal general meeting navsari
નવસારીઃ જિલ્લાની વિજલપોર નગરપાલિકામા ભાજપમા આંતરિક વિવાદો સામે આવ્યા છે. સામાન્ય સભામા પ્રમુખ જગદીશ મોદીને ઉપપ્રમુખે તમાચો માર્યો હતો. જે બાબતે પાલિકા પ્રમુખે જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાક અન્વયે પોલીસે ઉપપ્રમુખ સંતોષ પુંડકરની ધરપકડ કરી છે.

fighting in vijalpol municipal general meeting
નવસારી પાલિકાની સામાન્ય સભામાં લાફાબાજી, પ્રમુખને ઉપપ્રમુખે મારતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી
સામાન્ય સભા દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ સંતોષ પુંડકર વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ વાત વણસી મારામારી સુધી પહોંચી ગઈ હતી. પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસે ઉપપ્રમુખ સંતોષ પુંડકરની ધરપકડ કરી છે.