ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાન જાગૃતિ માટે 5000થી વધુ વિદ્યાર્થીઓએ કરી અનોખી પહેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરિત (Voting awareness) થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

મતદાન જાગૃતિ માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓએ 5કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવી લોકોને જાગૃત કર્યા
મતદાન જાગૃતિ માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓએ 5કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવી લોકોને જાગૃત કર્યા

By

Published : Nov 21, 2022, 6:50 PM IST

નવસારીઆગામી વિધાનસભાની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરિત થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીના (District Election Officer) માર્ગદર્શનહેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ નવસારી શહેરમાં વિધાર્થીઓનીપાંચ કિલોમીટર લાંબી સાંકળ બનાવી મતદાન કરવા માટે મતદારોને પ્રેરિત (Voting awareness) કરવામાં આવ્યા છે.

મતદાન જાગૃતિ માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓએ 5કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવી લોકોને જાગૃત કર્યા

લોકશાહીનો તહેવારગુજરાત વિધાનસભાની ચુંટણીના (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકશાહીના પવિત્ર તેહવારની ભવ્ય ઉજવણી એ દરેક નાગરિકની પ્રથમ ફરજ છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે અર્થે નવસારી શહેરમાં આજ રોજ વિધાર્થીઓએ પાંચ કિલો મીટર લાંબી સાંકળ બની હતી. આ સાંકળ સ્ટેશન વિસ્તાર થી ફુવારા,જુનાથાણા થઈ કાલિયાવાડી કલેકટર સુધી બનાવવામાં આવી હતી.આ સાંકળમા 5000 થી વધુ વિધાર્થીઓએ મતદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરી રાહદારીઓ સાથે શહેરીજનોને લોકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા છે.

સંખ્યામાં ઉપસ્થિત નવસારીની 14 થી વધુ સ્કુલનાં વિધાર્થીઓ ભાગ લઇને મોટી સંખ્યામાં મતદારોને જાગૃત કરવામાં આવ્યા છે . આગામી પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેમાં નવસારીમાં સૌથી વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી રાજેશ બોરાડ, ચૂંટણી નોડલ અધિકારી વર્ષા રોહા, જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્વરી ટંડેલ સાથે ક્ષિશકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નોડલ ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આવનારી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશથી સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

ABOUT THE AUTHOR

...view details