ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લામાં પાણીજન્ય રોગમાં વધારો થતાં 24થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા, 2ના મોત - નવસારીમાં ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

નવસારી: જિલ્લાના સદલાવ ગામે પાણીજન્ય રોગચાળા ચાળો ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો છે. અહીં ઝાળા ઉલટીના 24થી પણ વધુ કેસ નોંધાયા છે, તો 2 લોકોના આ કારણે મોત પણ થયા છે.

Navsari district

By

Published : Jul 25, 2019, 3:29 PM IST

જોકે, આ ઘટનાના પગલે તંત્રનું જણાવવું છે કે, આ રોગચાળા માટે તંત્ર જવાબદાર નથી. અહીં ઉલ્લેખનીય છે કે, 20થી વધુ લોકોને રોગચાળાની અસર પહોંચતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવ ગામે બેઝ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ગામ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. મૃતકોમાં 30 વર્ષીય રાકેશ હળપતિનો સમાવેશ થાય છે, તેઓ નવસારીમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

નવસારી જિલ્લામાં પાણીજન્ય રોગમાં વધારો થતાં 24થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા, 2ના મોત

ABOUT THE AUTHOR

...view details