નવસારી: કોરોનાની મહામારી સામે જાહેર લૉકડાઉનમાં દિવસ રાત ફરજ બજાવતા પોલીસ જવાનોના આરોગ્યની ચિંતા સાથે જિલ્લા પોલીસ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મોબાઈલ મેડિકલ ચેકઅપ વાન અને ડીસઇન્ફેકટેડ મોબાઈલ સેનેટાઇઝર વાનનો જિલ્લા પોલીસ વડાના હસ્તે પ્રારંભ કરાયો હતો.
પોલીસ જવાનોના આરોગ્યની ચિંતા, મોબાઈલ આરોગ્ય ચકાસણી વાનનો પ્રારંભ
ભારતમાં કોરોનાની મહામારીને રોકવા માટે સરકારે 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જેમાં આરોગ્ય કર્મીઓ બાદ પોલીસ જવાનો દિવસ રાત રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેથી તેમની સુરક્ષા માટે મોબાઇલ આરોગ્ય તપાસ વાનનો પ્રારંભ કરવાાં આવ્યો હતો.
જેઓ રોજના વિભિન્ન લોકોના સંપર્કમાં આવે છે. 12થી 14 કલાક કામ કરતા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણ ન થાય સને તેમનું આરોગ્ય પણ જળવાઈ રહે એવા ઉમદા હેતુથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા સરદાર પટેલ હોસ્પિટલ, ઉદ્યોગ નગર સંઘ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના સહયોગથી મોબાઈલ આરોગ્ય ચકાસણી વાન અને મોબાઈલ સેનેટાઇઝર વાન શરૂ કરાઇ છે. આ બન્ને વાન જિલ્લામાં ફરજ નિભાવી રહેલા 1500થી વધુ જીઆરડી, હોમગાર્ડસ અને પોલીસ અધિકારી તથા જવાનોને તેમના પોઇન્ટો પર જઇ તેમના આરોગ્યની તપાસ કરશે.
આરોગ્ય ચકાસણી વાનમાં એક ડૉક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ સેવા આપશે. જેથી દેશ સેવામાં પોલીસ જવાનો નિષ્ઠાથી ફરજ નિભાવી શકે.